પાકિસ્તાનની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડ સામે 72 રનમાં ઓલઆઉટ

News18 Gujarati
Updated: January 13, 2018, 1:55 PM IST
પાકિસ્તાનની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડ સામે 72 રનમાં ઓલઆઉટ
News18 Gujarati
Updated: January 13, 2018, 1:55 PM IST
ન્યુઝિલેન્ડ સામેની ત્રીજી વન ડેમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 74 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. વન ડેમાં પાકિસ્તાનની આઠ વિકેટ 32 રને પડી ગઈ હતી, એક સમયે એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાન વનડેમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ પોતાના નામે બનાવી નાંખશે. જોકે, પાકિસ્તાન કેપ્ટન સરફરાઝ અહેમદ અને મોહમ્મદ આમીરે ક્રમશ: 14-14 રન બનાવીને ટીમનો સ્કોર 72 રન સુધી પહોંચાડ્યો હતું. આમ જોવા જઈએ તો વનડેમાં પાકિસ્તાન રેન્કિંગના હિસાબે 48 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ તેનાથી માત્ર એક સ્ટેપ ઉપર 54 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે, તેવામાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે આટલી ખરાબ રીતે હારે તે તેમના માટે શરમજનક કહી શકાય.

ટોસ જીત્યા પછી પ્રથમ બેટીંગ લેતાં ન્યુઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં 257 રન બનાવ્યા હતાં. 285 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાનની ટીમ માત્ર 74 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી અને 183 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ન્યુઝિલેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની સરસાઈ મેળવી છે. ડુનેડિનમાં રમાયેલી આ વન ડેમાં પાકિસ્તાનના ત્રણ બેટ્સમેનો ખાતું પણ ખોલાવી શક્યા નહતા, જેમાં અઝહર અલી, મોહમ્મદ હફીઝ અને શાદાબખાન શૂન્ય રને આઉટ થયા હતાં. ન્યુઝિલેન્ડના બોલર ટ્રેંટ બોલ્ટે પાંચ અને કોલિન મુનરો તથા લોકી ફર્ગ્યુર્સને બે-બે વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતાં 101 બોલમાં સાત ચોગ્ગા સાથે ન્યુઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને 73 રન ફટકાર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે 45 અને વિકેટકિપર બેટ્સમેન ટોન લેથમે 35 રન બનાવ્યા હતાં. તે ઉપરાંત રોસ ટેલરે અર્ધશતક (52) ફટકારી હતી. પાકિસ્તાનના બોલર રૂમરઈસ અને હસન અલીએ 3-3 વિકેટ જ્યારે શાદાબખાને બે વિકેટ ઝડપી હતી.

વનડેમાં સૌથી ઓછા રને આઉટ થવાનો રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે છે. હરારે વનડેમાં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વે 35 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઝિમ્બાબ્વેનો એકપણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. આ પહેલા 1993માં કેપ ટાઉનમાં રમેયાલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાને 43 રન ઓલાઆઉટ કર્યું હતું. જ્યારે 1992માં ઈગ્લેન્ડ સામેની વનડેમાં પાકિસ્તાન 74 રનમાં ખખડી ગયું હતું. જ્યારે 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાની ટીમ માત્ર 71 રન જ બનાવી શકી હતી.

 
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...