Home /News /sport /

પાકિસ્તાન બોર્ડે કહ્યું - મોહમ્મદ ઇરફાનનું મોત, 7 ફૂટ, 1 ઇંચ લાંબા બોલરે કહ્યું - જીવિત છું

પાકિસ્તાન બોર્ડે કહ્યું - મોહમ્મદ ઇરફાનનું મોત, 7 ફૂટ, 1 ઇંચ લાંબા બોલરે કહ્યું - જીવિત છું

પાકિસ્તાન બોર્ડે કહ્યું - નથી રહ્યા મોહમ્મદ ઇરફાન, 7 ફૂટ, 1 ઇંચ લાંબા બોલરે કહ્યું - જીવિત છું

સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર ઘણા વાયરલ થયા

    કરાચી : દુનિયાના સૌથી લાંબા બોલરોમાંથી એક પાકિસ્તાનના મોહમ્મદ ઇરફાનનું (mohammad irfan) કાર અકસ્માતમાં મોત થયું છે તેવા સચાચાર આવ્યા હતા. સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર ઘણા વાયરલ થયા હતા. પ્રશંસકો ઉદાસ થયા હતા અને આ બોલરના પરિવારને સહાનુભૂતિ પાઠવી રહ્યા હતા. જોકે આ વાયરલ સમાચાર પછી આ બોલર પોતે સામે આવ્યો હતો અને કહ્યું હતું કે તેને કશું જ થયું નથી. પણ આવા સમાચારે તેના પરિવારને પરેશાન કરી દીધા હતા.

    મોહમ્મદ ઇરફાને કહ્યું કે સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે કે એક કાર અકસ્માતમાં મારું મોત થયું છે. આ ન્યૂઝ સાવ ફેક અને ખોટા છે. 38 વર્ષના આ ખેલાડીએ કહ્યું કે આ પ્રકારના ન્યૂઝથી મારા પરિવાર અને મિત્રો વિચલિત થયા હતા. મને સતત ફોન આવી રહ્યા છે. કૃપા કરીને આ બધાથી બચો. કોઈપણ દુર્ઘટના બની નથી અને અમે બધા ઠીક છીએ.

    આ પણ વાંચો - 26 સપ્ટેમ્બરથી શરૂ થશે આઈપીએલ! BCCI અધિકારીએ કહ્યું - હવે વધારે રાહ જોઈ શકીએ નહીં

    આવી રીતે ફેલાઇ અફવા

    રવિવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મૂક બધિર ક્રિકેટર મોહમ્મદ ઇરફાનના નિધનની જાહેરાત કરી હતી. ઇન્ફેક્શનના કારણે તેનું નિધન થયું હતું. આ કારણે પ્રશંસકોએ બીજા મોહમ્મદ ઇરફાનને શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.

    7 ફૂટ, 1 ઇંચનો મોહમ્મદ ઇરફાન દુનિયાના સૌથી લાંબા ક્રિકેટર્સની ક્લબમાં સામેલ છે. તેણે 7 ટેસ્ટ, 60 વન-ડે અને 22 ટી-20 મેચમાં પાકિસ્તાનનું (Pakistan) પ્રતિનિધિત્વ કર્યું છે. તે નવેમ્બર 2019માં ઓસ્ટ્રેલિયા સામે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો હતો. આ પછી પાકિસ્તાન સુપર લીગમાં જોવા મળ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन