પાકના આ ખેલાડીએ Tik-Tok પર બનાવ્યો વીડિયો, હવે આવી રહી છે શરમ!

પાકના આ ખેલાડીએ Tik-Tok પર બનાવ્યો વીડિયો

યાસિર શાહનો પોતાની ફિમેલ પ્રશંસક સાથે એક Tik-Tok વીડિયો વાયરલ થયો

 • Share this:
  યૂએઈમાં ઓસ્ટ્રેલિયા સામે 0-5થી વન-ડે શ્રેણી ગુમાવનારી પાકિસ્તાનની ટીમની ઘણી ટિકા થઈ રહી છે. પાકિસ્તાનનું મીડિયા પોતાના ક્રિકેટ ટીમના વર્લ્ડ કપની તૈયારીઓ ઉપર સવાલ ઉઠાવી રહ્યું છે. આ પરાજય વચ્ચે પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે તે શરમજનક સ્થિતિનો અનુભવ કરી રહ્યો છે.

  યાસિર શાહનો પોતાની ફિમેલ પ્રશંસક સાથે એક Tik-Tok વીડિયો વાયરલ થયો છે. જેમાં તે ‘મેં સિર્ફ તેરા રહુંગા’ગીત પર એક્ટિંગ કરતો જોવા મળે છે. આ વીડિયો યાસિર શાહે ફિમેલ પ્રશંસકની માંગણી પર બનાવ્યો હતો. જોકે હવે યાસિરની શરમ આવી રહી છે. પાકિસ્તાનના કોચ મિકી આર્થરે તેની જાણકારી આપી હતી.

  આ પણ વાંચો - આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!  Geo TVના મતે મિકી આર્થરે કહ્યું છે કે યાસિર શાહ આ વીડિયોને લઈને શરમ અનુભવી રહ્યો છે. હું તેને એરપોર્ટ પર મળ્યો હતો અને તેની સાથે 5 થી 10 મિનિટ સુધી વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ પાકિસ્તાનનો ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં 5-0થી શરમજનક પરાજય થયો હતો.

  શ્રેણીમાં યાસિર શાહનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે 5 વન-ડેમાં 5.66ની ઇકોનોમી રેટ સાથે 4 વિકેટ ઝડપી હતી.
  Published by:Ashish Goyal
  First published: