પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. રવિવારે (6 નવેમ્બર) એડિલેડના ઓવલ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હવે સેમીફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. જો દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામેની મેચ ન હાર્યું હોત, તો બાબર બ્રિગેડ ટીમ સેમિફાઈનલમાં ન પહોંચી શકી હોત. જો કે, દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડની જીતને કારણે પાકિસ્તાન માટે સેમિફાઇનલમાં જવાનો રસ્તો ખુલી ગયો હતો.
સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાન ટીમને લઈને ભારતના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદની ટ્વીટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. વેંકટેશ પ્રસાદે (Venkatesh prasad) ટ્વીટ કર્યું હતું કે, ભગવા કલરના કારણે પાકિસ્તાન સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ થયું. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડની ક્રિકેટ ટીમની જર્સીનો રંગ કેસરી છે. તેથી વેંકટેશ પ્રસાદે આ ટ્વીટ કર્યું હતું.
પાકિસ્તાન ઉપરાંત ભારતે પણ ગ્રુપ 2માંથી સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. ભારતીય ટીમે સુપર-12 તબક્કામાં કુલ પાંચ મેચ રમી, જેમાં તેને ચારમાં જીત મેળવી હતી અને એકમાં હાર મળી હતી. એટલે કે તેણે કુલ આઠ પોઈન્ટ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગ્રૂપ-2માં ભારત પછી પાકિસ્તાન છે, જેણે ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ મેળવ્યા છે. દક્ષિણ આફ્રિકા પાંચ પોઈન્ટ સાથે ત્રીજા અને નેધરલેન્ડ ચોથા ક્રમે છે. પછીના બે સ્થાને અનુક્રમે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ટીમ હતી.
બીજી તરફ વેંકટેશ પ્રસાદની (Venkatesh prasad) વાત કરીએ તો 1996ના વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડી આમિર સોહેલ સાથે તેની લડાઈ થઈ હતી તેને હાજી પણ યાદ કરવામાં આવે છે. બેંગ્લોરમાં તે મેચમાં આમિર સોહેલે વેંકટેશ પ્રસાદને ઑફ-સાઇડ પર ચોગ્ગા ફટકાર્યા પછી તેનો ગુસ્સો ફૂટ્યો હતો. ખરેખર, સોહેલે પોતાના બેટથી ઈશારો કરતા ફરી એકવાર તે જ દિશામાં શોટ રમવાની વાત કરી. તે શોટને બીજીવાર કરવાના પ્રયાસમાં સોહેલ ભૂલ કરી બેઠો ને વેંકટેશ પ્રસાદનો બોલ સ્ટંમ્પ પર લાગ્યો. આ પછી વેંકટેશ પ્રસાદે સોહેલને પેવેલિયનમાં પરત જતા રહેવાનો ઈશારો કર્યો હતો.
વેંકટેશ પ્રસાદનો ઇન્ટરનેશનલ રેકોર્ડ
53 વર્ષીય વેંકટેશ પ્રસાદે (Venkatesh prasad) ભારત માટે કુલ 161 વન ડે રમીને 196 વિકેટ લીધી છે. આ સાથે જ તેના નામે 33 ટેસ્ટ મેચમાં 96 વિકેટનો રેકોર્ડ છે. વેંકટેશ પ્રસાદે વન-ડે ઈન્ટરનેશનલમાં એકવાર જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ કે તેથી વધુ વખત ઇનિંગ્સમાં સાત વખત વિકેટ લીધી હતી. હાલ વેંકટેશ પ્રસાદ નિવૃત્તિ બાદ કોચ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય ટીમના બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર