CWG: એક ભૂલથી હોકી મેચ જીતી ન શક્યું ભારત, પાકિસ્તાન સાથે ટાઈ

News18 Gujarati
Updated: April 7, 2018, 12:34 PM IST
CWG: એક ભૂલથી હોકી મેચ જીતી ન શક્યું ભારત, પાકિસ્તાન સાથે ટાઈ
News18 Gujarati
Updated: April 7, 2018, 12:34 PM IST
21માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકીની મેચ 2-2ની બરાબરી પર પુરી થઇ છે. પાકિસ્તાને મેચની છેલ્લી મિનિટમાં પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. જો કે આ મેચમાં ભારતે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કર્યો છે પરંતુ છેલ્લી થોડી ક્ષણોમાં પાકિસ્તાને આખી બાજી પલટી દીધી હતી.

આ મેચમાં ભારતે પહેલાથી જ જોરદાર શરૂવાત કરી હતી. ભારત તરફથી પહેલો ગોલ 13મી મિનિટમાં 18 વર્ષના દિલપ્રીત સિંહે કર્યો હતો. કોમન વેલ્થ ગેમ્સમાં આ તેમનો પહેલો ગોલ હતો. જેના પછી બીજો ગોલ પેનલ્ટી કોર્નર પર હરમપ્રીત સિંહે 19મી મિનિટે કર્યો હતો. પાકિસ્તાન તરફથી મો. ઇરફાન જૂનિયરે 38મી મિનિટે ગોલ કર્યો હતો. આ ઉપરાંત 60મી મિનિટમાં અલી મુબાશર પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કર્યો હતો.

પાકિસ્તાનની ટીમ આ ગોલ દ્વારા મુકાબલામાં પરત ફરવાનો પ્રયત્ન કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાનની લેફ્ટ વિંગથી જોરદાર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમે તેને કોઇ તક ન આપી અને છેલ્લી ક્ષણોમાં પાકિસ્તાને ગોલ કરીને બરાબરી કરી લીધી.
First published: April 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...