Home /News /sport /

શાહિદ આફ્રીદીએ તાલિબાનના કર્યા જોરદાર વખાણ, લોકોએ કહ્યું- આ મહિલા સશક્તિકરણનો વકીલ

શાહિદ આફ્રીદીએ તાલિબાનના કર્યા જોરદાર વખાણ, લોકોએ કહ્યું- આ મહિલા સશક્તિકરણનો વકીલ

ફાઈલ તસવીર- શાહિદ આફ્રીદી

શાહિદ આફ્રીદી (Shahid Afridi)એ કહ્યું કે તાલિબાન (Taliban) મહિલાઓને કામ કરવાની પરવાનગી આપી રહ્યું છે અને તેમને નોકરી પણ આપી રહ્યા છે.

    નવી દિલ્લી: હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર પાકિસ્તાની ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રીદી (shahid afridi)એ આ વખતે તાલિબાન (Taliban)ના ખુબ જ વખાણ કર્યા છે. તેણે તાલિબાનને લઈને ગત દિવસોમાં જે નિવેદનો આપ્યા છે તેની સમગ્ર દુનિયામાં ચર્ચાઓ થઈ રહી છે. તેણે કર્યું કે તાલિબાન એક સારા વિચારો સાથે આવ્યું છે. થોડા સમય પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યો છે. જેના કારણે ત્યાના લોકો દેશ છોડવા માટે મજબૂર થઈ ગયા છે.

    આફ્રીદી એ વધુમાં કહ્યું કે તાલિબાન એક સકારાત્મક વિચાર સાથે આવ્યા છે. તે મહિલાઓને કામ કરવાની મંજૂરી આપી રહ્યા છે મને વિશ્વાસ છે કે, તાલિબાનને ક્રિકેટ ખુબ જ પસંદ છે. શાહીદ આફ્રીદીનો આ વીડિયો સૌશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.





    કેટલાક ચાહકોએ તેને નિશાન બનાવતા કહ્યું કે તે મહિલા અધિકાર કાર્યકર્તા છે અને મહિલા સશક્તિકરણનો વકીલ છે. ત્યારે થોડા લોકોએ કહ્યું કે, તે જૂઠું બોલીને કંટાળી ગયો છે.



    આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયા પર સીરીઝ હારવાનો ખતરો! ઓવલમાં અને મૈનચેસ્ટરમાં ટીમનો રેકોર્ડ ખરાબ

    આફ્રિદીએ કહ્યું કે, તાલિબાન મહિલાઓને નોકરી આપી રહ્યું છે. ક્રિકેટને સપોર્ટ કરે છે અને પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણીને પણ સપોર્ટ કરે છે. જો કે, શ્રીલંકામાં કોરોનાને કારણે આ શ્રેણી મુલતવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત, આફ્રિદીએ એમ પણ કહ્યું કે, આગામી પાકિસ્તાન સુપર કિંગ્સ કદાચ તેની છેલ્લી હશે. તેને ક્વેટા ગ્લેડીયેટર્સ તરફથી રમવાનું ગમશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Afghanistan Taliban News, Pakistan captain, Pakistan cricket team, શાહિદ આફ્રિદી

    આગામી સમાચાર