પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જમ્મુ કાશ્મીર પર આપેલા પોતાના નિવેદન પર યૂ ટર્ન લીધો છે. હાલમાં જ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી સખત પ્રતિક્રિયા આપનાર શોએબ અખ્તર હવે આ મામલે નરમ પડ્યો છે. અખ્તરે પોતાની યૂ ટ્યુબ ચેનલમાં કાશ્મીરના મુદ્દા ઉપર ભડકાઉ નિવેદન ના કરવાની માંગણી કરી છે. અખ્તરે કહ્યું છે કે હું માનું છું કે સ્થિતિ ખરાબ છે અને હું એ પણ માનું છું કે તમે પોતાના દેશને પ્રેમ કરો છો અને અમે અમારા દેશને પણ આપણે નફરતનું કારણ ન બનવું જોઈએ. આપણે કાશ્મીર મુદ્દે કોઈ એવું નિવેદન ન આપવું જોઈએ જેનાથી સ્થિતિ વધારે ખરાબ થાય.
અખ્તરે આ પહેલા કાશ્મીર મુદ્દે વિવાદિત ટ્વિટ કર્યું હતું. અખ્તરે 12 ઓગસ્ટએ એક બાળકની તસવીર ટ્વિટ કરી હતી, જેની આંખમાં ઈજા થઈ હતી અને તેની ઉપર પટ્ટી બાંધેલી હતી. અખ્તરે તેના ઉપર કેપ્શન આપી હતી કે અમે તમારા તરફથી ઉભા છીએ. ઇદ મુબારક
કેમ પલટી ગયો અખ્તર? હવે સવાલ એ છે કે અખ્તર કાશ્મીરના મુદ્દે કેમ પલટી ગયો? અખ્તરે કાશ્મીર મુદ્દે ટ્વિટ કર્યું હતું તો ભારતીય પ્રશંસકે તેની યુ ટ્યૂબ ચેનલ Unsubscribe કરવાની ચેતવણી આપી હતી.
અખ્તરના યુ ટ્યૂબ ઉપર 1.5 મિલિયન સબ્સક્રાઇબર્સ છે,જેમાં મોટાભાગના ભારતીય છે. ભારતીય પ્રશંસકોની ચેતવણી પછી અખ્તરે કાશ્મીર મુદ્દા ઉપર નિષ્પક્ષ વલણ અપનાવી લીધું છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર