પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો, ટ્વીટ કરીને કહ્યુ, 'મારા માટે દુઆ કરો'

ફાઇલ તસવીર

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન શાહિદ અફ્રિદી (Shahid Afridi) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર (Pakistan ex-cricketer) અને કેપ્ટન શાહિદ અફ્રિદી (Shahid Afridi) પણ કોરોનાની મહામારીમાંથી બચી નથી શક્યો. આ અંગે આફ્રિદીએ પોતે જ જાહેરાત કરી છે. આ અંગેની જાણાકારી આફ્રિદીએ ટ્વીટ (Tweet) કરીને આપી હતી. શાહિદી આફ્રિદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુરુવારથી તેની તબિયત સારી નથી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે.

  નોંધનીય છે કે કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી જ આફ્રિદી પાકિસ્તાનમાં સતત ગરીબ અને જરૂરીયાતવાળા લોકોની મદદ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યો હતો.

  શાહીદ આફ્રિદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "ગુરુવારથી મારી તબીયત સારી નથી. મારું આખું શરીર દુઃખી રહ્યું છે. બદનસિબે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમે પ્રાર્થના કરો કે મારી તબિયત ઝડપથી સારી થઈ જાય."

  શાહીદ આફ્રિદીનું ટ્વીટ :

  સાથી ખેલાડીઓએ માંગી દુઆ

  પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ આફ્રિદી ઝડપથી સાજો થાય તે માટે દુઆ માંગી છે. આ માટેનો સંદેશ મોકલનાર લોકોમાં મોહમ્મદ અજીજ, સોહેલ તનવીર, કામરાન અકમલ વગેરે સામેલ છે.

  પાકિસ્તાનમાં કોરોના

  પાકિસ્તાનમાં 1 લાખ 32 હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધી ત્યાં કોરોના વાયરસને કારણે અઢી હજારથી વધારે લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે લૉકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેને હટાવી દેવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો : 'ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષા આપો,' ચૂંટણી પંચ સમક્ષ કૉંગ્રેસની રજૂઆત
  Published by:Vinod Zankhaliya
  First published: