પાક ક્રિકેટર બાબર આઝમના પ્રશંસકોએ ઠપ કરી દીધી વેબસાઇટ

News18 Gujarati
Updated: August 7, 2019, 9:17 PM IST
પાક ક્રિકેટર બાબર આઝમના પ્રશંસકોએ ઠપ કરી દીધી વેબસાઇટ
પાક ક્રિકેટર બાબર આઝમના પ્રશંસકોએ ઠપ કરી દીધી વેબસાઇટ

  • Share this:
પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમનું નામ પ્રતિભાશાળી ખેલાડીઓમાં સામેલ થાય છે. હાલ તે સમરસેટ તરફથી ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. પાકિસ્તાનમાં બાબર આઝમની લોકપ્રિયતા ઘણી છે. આ બેટ્સમેનના પ્રશંસકો બીજા દેશોમાં પણ છે. તેની લોકપ્રિયતાના કારણે તેની ક્લબ સમરસેટે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

સમરસેટ તે ખાસ ક્લબોમાંથી છે જે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર મેચોની સ્ટ્રિમિંગ કરે છે. આ ટી-20 ટૂર્નામેન્ટમાં સમરસેટના પ્રથમ મુકાબલા દરમિયાન પાકિસ્તાનમાં પ્રશંસકો બાબર આઝમનું પ્રદર્શન જોવાને લઈને એટલા ઉત્સુક હતા કે ક્લબની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

આ પણ વાંચો - ભારતીય ટીમની નજર હવે વન-ડે શ્રેણી તરફ, આવો છે કાર્યક્રમ

ઇએસપીનક્રિકઇન્ફોના રિપોર્ટ પ્રમાણે સમરસેટના ડિજિટલ માર્કેટિંગ એક્ઝિક્યૂટિવ બેન વારેને ક્લબની વેબસાઇટના સર્વરને અપડેટ કરવા પર મજબૂર થવું પડ્યું. જેથી ક્લબને બીજી મેચમાં આવી પરેશાની ના આવે. જોકે ગત મેતમાં સમરસેટનો સેસેક્સ સામે પરાજય થયો હતો. આ મેચમાં બાબર આઝમે 83 રન બનાવ્યા હતા. જેને લગભગ દોઢ મિલિયન લોકોએ યૂટ્યુબ પર જોઈ હતી. તે ટી-20 બ્લાસ્ટમાં 6 ઇનિંગ્સમાં 267 રન બનાવી ચૂક્યો છે.

વર્લ્ડ કપમાં બનાવ્યા હતા 474 રન
આઈસીસી વર્લ્ડ કપ 2019માં બાબર આઝમે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 8 મેચમાં 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 67.71 રહી છે. બાબર આઝમે વર્લ્ડ કપમાં 1 સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. બાબર ટી-20 રેન્કિંગમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન છે.
First published: August 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading