પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત ફરી, એરપોર્ટ પર હતી આવી સ્થિતિ

કેપ્ટન સરફરાઝ અહમદના નેતૃત્વમાં ટીમ કરાચી એરપોર્ટ પર પહોંચી

News18 Gujarati
Updated: July 7, 2019, 7:13 PM IST
પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત ફરી, એરપોર્ટ પર હતી આવી સ્થિતિ
પાકિસ્તાનની ટીમ સ્વદેશ પરત ફરી, એરપોર્ટ પર હતી આવી સ્થિતિ
News18 Gujarati
Updated: July 7, 2019, 7:13 PM IST
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માંથી બહાર થયા પછી રવિવારે સ્વદેશ પરત ફરી હતી. કેપ્ટન સરફરાઝ અહમદના નેતૃત્વમાં ટીમ કરાચી એરપોર્ટ પર પહોંચી હતી. ત્યા ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને ઘણી સુરક્ષા આપવામાં આવી હતી. જેથી કોઈ પ્રકારની અનહોની ના થાય. સુરક્ષામાં જ તેમને ઘર અને હોટલ સુધી લઇ જવામાં આવ્યા હતા. જે રીતનો ગુસ્સો પાકિસ્તાનના પરાજય પછી સોશિયલ મીડિયામાં જોવા મળતો હતો તેવું એરપોર્ટ પર કશું જોવા મળ્યું ન હતું.

પાકિસ્તાન પહોંચ્યા પછી સરફરાઝે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. સરફરાઝે કહ્યું હતું કે ટીમે પ્રથમ મેચમાં પરાજય પછી રનરેટના મામલાને સમજ્યો હતો. તેમાં સુધારવાનો પ્રયત્ન કર્યો હતો પણ પિચથી મદદ મળી ન હતી. વર્લ્ડ કપમાંથી બહાર થવાનું અમને એટલું જ દુખ છે જેટલું આખા દેશને છે. કોઈપણ ટીમ હારવા માટે જતી નથી.

સરફરાઝે સ્વિકાર કર્યું હતું કે પ્રથમ 5 મેચમાં ટીમનું પ્રદર્શન બરોબર ન હતું. પ્રથમ મેચમાં ખરાબ પ્રદર્શન પછી વરસાદના કારણે શ્રીલંકા સામે રમી શક્યા ન હતા. આ પછી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા સામે પરાજય થયો હતો. ઇન્ડિયા સામે પરાજય પછી સાત દિવસો અમારે માટે ઘણા મુશ્કેલ હતા.
 
View this post on Instagram
 

Cricket team captain Sarfaraz Ahmed returns from the United Kingdom to Karachi. #DawnToday #DawnViralToday


A post shared by Dawn Today (@dawn.today) on


આ પણ વાંચો - અજીબ સંયોગ: 11 વર્ષ પહેલા વર્લ્ડ કપમાં ટકરાયા હતા કોહલી-વિલિયમ્સન

વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી શોએબ મલિકે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી પણ તેને ફેરવેલ મેચ રમવાની તક મળી ન હતી. આ વિશે સરફરાઝે કહ્યું હતું કે જ્યાં સુધી શોએબની વાત છે તો ખરાબ કિસ્મતથી તે અંતિમ મેચનો ભાગ ન હતો કારણ કે અમે વિનિંગ કોમ્બિનેશન સાથે જવાનો નિર્ણય કર્યો હતો. તેને ટીમ તરફથી ફેરવેલ આપવામાં આવી હતી અમારી દુવા તેની સાથે છે.

સરફરાઝે સ્પષ્ટ કર્યું છે કે તે કેપ્ટનશિપ છોડશે નહીં જોકે અંતિમ નિર્ણય પાકિસ્તાન બોર્ડ કરશે.
First published: July 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...