Home /News /sport /જો અમારી પાસેથી યજમાની છીનવાઈ જશે તો... પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી ઉચ્ચારી ધમકી

જો અમારી પાસેથી યજમાની છીનવાઈ જશે તો... પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ફરી ઉચ્ચારી ધમકી

રમીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

Pakistan Cricket Threats: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ધમકી આપી હતી કે જો એશિયા કપની યજમાનીના અધિકારો પરત ખેંચવામાં આવશે તો પાકિસ્તાન એશિયા કપ 2023માંથી ખસી જવા અંગે વિચારણા કરશે.

  Ramiz Raja threats not to Play Asia Cup: એશિયા કપનો વિવાદ વધુ વકર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board Chief)ના ચીફ રમીઝ રાજા (Ramiz Raja) શુક્રવારે જણાવ્યું હતું કે, જો ભારતીય ટીમ(Team India) તેમના દેશનો પ્રવાસ ન કરી રહી હોવાના કારણે તેમના ટુર્નામેન્ટ હોસ્ટિંગ (Asia Cup 2023 in Pakistan)ના અધિકારો પરત ખેંચવામાં આવશે તો પાકિસ્તાન એશિયા કપ 2023માંથી ખસી જવા અંગે વિચારણા (Pakistan May pull out of Asia Cup 2023) કરી શકે છે.

  અહીં ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરની શરૂઆતમાં બીસીસીઆઇ સચિવ જય શાહે (BCCI Secretary Jay shah) ઇવેન્ટ માટે ટીમ ઇન્ડિયાના પાકિસ્તાન પ્રવાસની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે.

  ‘પાકિસ્તાન એશિયા કપમાંથી ખસી જશે’

  રમીઝે રાવલપિંડીમાં પાકિસ્તાન-ઇંગ્લેન્ડ ટેસ્ટ દરમિયાન જણાવ્યા હતું કે, એવું નથી કે અમારી પાસે હોસ્ટિંગમાં અધિકારો નથી. અમે રાઇટ્સ ફેર એન્ડ સ્ક્વેર જીત્યા છીએ. જો ભારત નહીં આવે તેના કારણે એશિયા કપનું હોસ્ટિંગ પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવશે, તો કદાચ અમે ટુર્નામેન્ટમાંથી ખસી જઈશું.

  50 ઓવરના વર્લ્ડ કપ માટે નહીં કરે ભારતનો પ્રવાસ

  ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં રમીઝ રાજાએ જણાવ્યું હતું કે, જો ભારત આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપમાંથી પોતાને દૂર રાખશે તો, પાકિસ્તાન પણ 2023માં 50 ઓવરના વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ નહીં કરે.

  તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમારું વલણ સ્પષ્ટ છે કે જો તેઓ આવશે તો અમે વર્લ્ડ કપમાં જઇશું, જો તેઓ નહીં આવે તો તેમને પણ પાકિસ્તાન વગર જ રમવા દો. જો પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ નહીં લે તો આવતા વર્ષે ભારત કોણ જોશે? અમે પણ આક્રમક અભિગમ અપનાવીશું. અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. અમે વિશ્વની સૌથી મોટી બિઝનેસ કરતી ક્રિકેટ ટીમને હરાવી છે, અમે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા છીએ.

  રમીઝે જણાવ્યું કે, મેં હંમેશા કહ્યું છે કે આપણે પાકિસ્તાન ક્રિકેટની અર્થવ્યવસ્થાને સુધારવાની છે અને તે ત્યારે જ થશે જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન કરશે. અમે 2021ના ટી20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ ટીમે એક વર્ષમાં બે વખત બિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના બોર્ડને હરાવ્યું છે.

  ભારત કોઇ ખતરાથી નથી ડરતું

  તટસ્થ સ્થળ એશિયા કપ યોજવા અંગે શાહના નિવેદન પછી પીસીબીએ નિવેદન બહાર પાડી કહ્યું કે, આવા નિવેદનોની એકંદર અસર એશિયન અને આંતરરાષ્ટ્રી ક્રિકેટ સમુદાયને વિભાજીત કરવાની ક્ષમતા ધરાવે છે અને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનના ભારત પ્રવાસને અસર કરી શકે છે. જોકે નિવેદન બાદ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર કહ્યું કે, ભારત તમામ ટીમો સાથે 2023 વર્લ્ડ કપની યજમાની કરશે. ભારત કોઇ પણ ખતરાથી ડરતું નથી અને તે તેમને ટુર્નામેન્ટનું આયોજન કરવાથી રોકી શકશે નહીં.

  બધી જ ટીમો વર્લ્ડ કપમાં રમશે

  આ બીસીસીઆઇનો આંતરિક મામલો છે અને તે આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરશે. અમે આ પહેલા વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કર્યુ છે અને બધી ટીમોએ ખુશીથી ભાગ લીધો હતો. અમે આવતા વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરીશું અને બધી ટીમો તેમાં રમશે.

  ટીમ ઇન્ડિયાના પ્રવાસનો નિર્ણય કરશે સરકાર

  બીસીસીઆઇ પ્રમુખ રોજર બિન્નીએ પણ કહ્યું કે, એશિયા કપ 2023 માટે પાકિસ્તાનનો પ્રવાસ બોર્ડનો નથી, પરંતુ તેઓ સરકારના નિર્ણય પર આધાર રાખશે. તે અમારો કોલ નથી. અમે ન કહી શકીએ કે અમારી ટીમે ક્યાં જવું જોઇએ. જો આપણે દેશ છોડીને જઇએ કે અન્ય દેશની ટીમ અહીં આવે તો અમારે સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. અમે તે નિર્ણય જાતે લઇ શકતા નથી, અમારે સરકાર પર આધાર રાખવો પડે છે.

  આ પણ વાંચો: Vijay Hazare Trophy: ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ માટે ગૌરવની વાત, સૌરાષ્ટ્રનો ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે વિજય, બીજી વખત જીત્યું ટાઇટલ

  વર્લ્ડ કપ પર ફોકસ કરશે ટીમ ઇન્ડિયા

  ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું કે, મેન ઇન બ્લૂ ટી20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને 2023 એશિયા કપ માટે ભારતના પાકિસ્તાન પ્રવાસ અંગે બીસીસીઆઇ સેક્રેટરી જય શાહની ટીપ્પણીનો ઉલ્લેખ કરીને ભારતમાં ક્રિકેટ માટેના સર્વોચ્ચ બોર્ડ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાને અનુસરશે. પાકિસ્તાન સામેની હાઇ વોલ્ટેજ ટક્કર પહેલા રોહિતે કહ્યું હતું કે, મારું ધ્યાન વર્લ્ડ કપ પર છે. બીસીસીઆઇ જે પણ નિર્ણય લેશે અમે તેના પર ચાલીશું.

  આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો! બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નહીં રમી શકે આ સિનિયર ખેલાડી

  2023ની ઇવેન્ટ ભારત માટે મહત્વની

  ભારત પાસે વર્લ્ડ કપનું આયોજન કરવાની ક્ષમતા છે. ભારતે પાકિસ્તાન સાથે 1987માં અને શ્રીલંકા સાથે 1996 વર્લ્ડ કપમાં વર્લ્ડ કપને કો-હોસ્ટ કર્યો હતો. 2011માં ભારતે શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે તેને ફરી ટુર્નામેન્ટ કો-હોસ્ટ કરી હતી. હવે ફ્લેગશિપ ટુર્નામેન્ટ્સ પાકિસ્તાનમાં યોજાવાની છે. 2023માં એશિયા કપનું આગામી એડિશન અને 2025 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફિની યજમાની કરવાનું નક્કી થયું છે.  નોંધનીય છે કે, 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ બંધ કરી દીધો હતો. 2015માં જ દેશમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસો ફરી શરૂ થયા હતા. ત્યારથી ઝીમ્બાબ્વે, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ અવી કેટલીક ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Cricket New in Gujarati, Gujarati news, Pakistan cricket team, Ramiz raja

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन