પાકિસ્તાનમાં નહીં યોજાય એશિયા કપ, આ શરત સાથે શ્રીલંકામાં આયોજીત કરાવવા પીસીબી તૈયાર

પાકિસ્તાનમાં નહીં યોજાય એશિયા કપ, આ શરત સાથે શ્રીલંકામાં આયોજીત કરાવવા પીસીબી તૈયાર
પાકિસ્તાનમાં નહીં યોજાય એશિયા કપ, આ શરત સાથે શ્રીલંકામાં આયોજીત કરાવવા પીસીબી તૈયાર

પાકિસ્તાનની ટીમ બે સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી પાછી આવશે અને અમે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકીએ છીએ - PCB

 • Share this:
  કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના (Pakistan Cricket Board)સીઈઓ વસીમ ખાને (Wasim Khan)કહ્યું છે કે આ વર્ષે એશિયા કપનું આયોજન (Asia Cup) શ્રીલંકા અથવા સંયુક્ત આરબ અમીરાતમાં (યૂએઈ) પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કરવામાં આવશે. ખાને બધી અટકળોને ફગાવી દીધી છે કે વર્તમાનમાં સ્થગિત ઈન્ડિયન પ્રીમિયર લીગના (આઈપીએલ) આયોજન માટે એશિયા કપ રદ કરવામાં આવી શકે છે.

  વસીમ ખાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે એશિયા કપનું આયોજન થશે. પાકિસ્તાનની ટીમ બે સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી પાછી આવશે અને અમે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકીએ છીએ. ખાને કહ્યું કે કેટલીક બાબતો યોગ્ય સમય પર જ સ્પષ્ટ થઈ શકશે. અમને એશિયા કપના આયોજનની આશા છે, કારણ કે શ્રીલંકામાં કોરોના વાયરસના વધુ કેસ નથી. જો તે આ આયોજન ન કરી શકે તો પછી યૂએઈ આયોજન કરવા તૈયાર છે.  શ્રીલંકામાં આયોજન કરવા પર સહમત

  આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી છે. ખાને ક્હ્યું કે પાકિસ્તાન એશિયા કપનું શ્રીલંકામાં આયોજન કરવા પર સહમત થઈ ગયું છે. તેમણે પુષ્ટી કરતા કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટી 20 વિશ્વ કપનું (T20 World Cup) આયોજન ના થાય તો ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ શ્રેણી રમવાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. ખાને કહ્યું કે અમારે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાનું છે અને તે પહેલા ઝિમ્બાબ્વેની યજમાની કરવાની છે. દક્ષિણ આફ્રિકામાં બે અથવા ત્રણ ટેસ્ટ અને કેટલીક ટી20 મેચો માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ માટે તૈયાર છે.

  આ પણ વાંચો - મોટા સચામાર : પાકિસ્તાન ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓ કોરોના પોઝિટિવ

  ભારતની સાથે શ્રેણી રમવાની વાત ભૂલવાની જરૂર

  વસીમ ખાને ક્હ્યું કે આ દુ:ખની વાત છે કે અમારે સમય રહેતા ભારતની સાથે રમવા વિશે ભૂલવાની જરૂર છે. આ વાત ફક્ત અમારા માટે જ નહીં બીસીસીઆઈ માટે પણ દુ:ખની વાત છે. કારણ કે તેમણે પોતાની સરકારમાં મંજૂરી લેવાની હોય છે. તેમણે કહ્યું કે અત્યારે એકબીજાની વિરુદ્ધ રમવા વિશે વિચારવું પણ યોગ્ય નથી.
  First published:June 24, 2020, 18:10 pm

  टॉप स्टोरीज