પાકિસ્તાનમાં ફરી મેચ ફિક્સિંગ, ક્રિકેટર ઉમર અકમલે કબુલી બુકીને મળવાની વાત

પાકિસ્તાનમાં ફરી મેચ ફિક્સિંગ, ક્રિકેટર ઉમર અકમલે કબુલી બુકીને મળવાની વાત

ઉમર અકમલે પાકિસ્તાન સુપરલીગ પહેલા એક બુકી સાથે મુલાકાત કરી હતી

 • Share this:
  નવી દિલ્હી : ફરી એકવખત ક્રિકેટમાં મેચ ફિક્સિંગના કલંકનો ખતરો જોવા મળી રહ્યો છે. આ વખતી ફરી પાકિસ્તાની ખેલાડી તેમાં ફસતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સુપરલીગ શરુ થવાના ઠીક પહેલા ઉમર અકમલને (Umar Akmal)પીસીબીએ સસ્પેન્ડ કરી દીધો હતો. આ મામલે હવે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ઉમર અકમલે પાકિસ્તાન સુપરલીગ પહેલા એક બુકી સાથે મુલાકાત કરી હતી અને તેણે પીસીબીને આ વાતની જાણકારી આપી ન હતી.

  જિયો ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ઉમર અકમલે પીસીબી તરફથી પ્રતિબંધ લગાવ્યા પછી બુકી સાથે સંપર્ક કર્યો હતો અને તેને ફોન કર્યો હતો. 20 ફેબ્રુઆરીની રાત્રે પીસીબીએ ઉમર અકમલનો ફોન ટેપ કર્યો હતો અને ઉમરે બુકીને ફોન કર્યો હતો. જિયો ન્યૂઝનો દાવો છે કે ઉમર અકમલે બુકીને મળવાની વાત પણ કબુલી છે. જિયો ન્યૂઝના વરિષ્ઠ સ્પોર્ટ્સ પત્રકાર અબ્દુલ માજિદ ભટ્ટીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પીસીબી પાસે ઉમર અકમલ અને બુકીઓ વચ્ચે વાતચીતની રિકોર્ડિંગ છે.

  આ પણ વાંચો - પાકિસ્તાનના ક્રિકેટરે ફરી માર્યા અંગ્રેજીમાં લોચા, ટ્વિટર પર ઉડી જોરદાર મજાક

  ભટ્ટીના મતે પીસીબીના એન્ટી કરપ્શન યૂનિટે ઉમરનો ફોન ટેપ કર્યો હતો. અકમલને સસ્પેન્ડ કરતા પહેલા તેનો ફોન ટેપ કર્યો હતો અને આ પછી પીસીબીની કમિટી સામે બોલાવ્યો હતો. આ કમિટીમાં પીસીબી અધ્યક્ષ અહેસાન મની, પીસીબી ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાન, પીએસએલ ટીમ ક્વેટા ગ્લેડિએટર્સના કોચ મોઇન ખાન હાજર હતા. આ બેઠક પછી પીસીબીના એન્ટી કરપ્શન યૂનિટે ઉમરનો ફોન જપ્ત કરી લીધો હતો અને તેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધો હતો. પીસીબીની તપાસ પુરી થાય ત્યાં સુધી તે પાકિસ્તાનમાં કોઈપણ સ્તરે ક્રિકેટ રમી શકશે નહીં.
  Published by:Ashish Goyal
  First published: