ઇન્ઝમામ ઉલ હકે ભારતીય ક્રિકેટરોને સ્વાર્થી કહ્યા, કહ્યું - ટીમ માટે નહીં પોતાના માટે સદી ફટકારતા હતા

ઇન્ઝમામ ઉલ હકે ભારતીય ક્રિકેટરોને સ્વાર્થી કહ્યા

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભારતીય બેટ્સમેનો પર મોટો આરોપ લગાવ્યો

 • Share this:
  નવી દિલ્હી : પાકિસ્તાનના (Pakistan)પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે (Inzamam Ul Haq)ભારતીય બેટ્સમેનો પર મોટો આરોપ લગાવ્યો છે. ઇન્ઝમામે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનને સ્વાર્થી કહ્યા છે. પાકિસ્તાનના બેટ્સમેન રમીઝ રાજા (Ramiz Raja) સાથે પોતાની યુટ્યૂબ ચેનલ પર આ વાત કહી હતી. ઇન્ઝમામે કહ્યું હતું કે અમારી રમતના દિવસોમાં ભારતની બેટિંગ ક્રમ કાગળ પર ઘણી મજબૂત હતી પણ પાકિસ્તાનના બેટ્સમેન હંમેશા ટીમ માટે રમતા હતા અને આ જ કારણે અમે ભારતને હરાવવા સફળ રહેતા હતા.

  ઇન્ઝમામ ઉલ હકના મતે જ્યારે અમે ભારતીય ટીમ સામે રમતા હતા ત્યારે અમારી સરખામણીમાં તેમની બેટિંગ કાગળ પર વધારે મજબૂત હતી. અમારા બેટ્સમેન 30-40 રન પણ બનાવતા હતા તે ટીમ માટે ઉપયોગી થતા હતા. જ્યારે ભારતીય બેટ્સમેન સદી પણ ફટકારે તો પણ તે પોતાના માટે રમીને આમ કરતા હતા. બંને ટીમોના પ્રદર્શનમાં ત્યારે આ જ અંતર હતું.

  આ પણ વાંચો - ધોની પર આવ્યા મોટા સમાચાર, લૉકડાઉન ખતમ થયા પછી આ ટૂર્નામેન્ટમાં રમશે!

  રમીઝ રાજા સાથે વાતચીતમાં ઇન્ઝમામે 1992ના વર્લ્ડ કપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ઇમરાન ખાન ટેકનિકની રીતે સારો કેપ્ટન ન હતો પણ તે જાણતો હતો કે ખેલાડીઓ પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે બહાર કઢાવવું છે. ઇમરાન યુવા ખેલાડીઓ ઉપર વિશ્વાસ કરતો હતો. તે ખેલાડીઓનું સમર્થન કરતો હતો, જેની પર તેને વિશ્વાસ હોતો હતો. તેની આ ખાસિયતે તેને મહાન કેપ્ટન બનાવ્યો હતો. જો કોઈ ખેલાડી એક શ્રેણીમાં ફ્લોપ જાય તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવતો ન હતો. આ જ કારણે ટીમનો દરેક ખેલાડી તેનુ સન્માન કરતો હતો.
  Published by:Ashish Goyal
  First published: