પાકિસ્તાનને તગડો ઝટકો, બાબર આઝમ થયો આખી ઈંગ્લેન્ડ સિરીઝમાંથી બહાર

News18 Gujarati
Updated: May 26, 2018, 5:15 PM IST
પાકિસ્તાનને તગડો ઝટકો, બાબર આઝમ થયો આખી ઈંગ્લેન્ડ સિરીઝમાંથી બહાર

  • Share this:
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડસમાં પહેલી ટેસ્ટ રમી રહેલ પાકિસ્તાની ટીમને તગડો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનનો આક્રમક બેટ્સમેન બાબર આઝમ પહેલી જ ટેસ્ટની ઈનિંગમાં ઈજાગ્રસ્ત થવાની સાથે જ આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે મેચના બીજા દિવસે રમત દરમિયાન પાકિસ્તાનની ઈનિંગમાં સર્વાધિક સ્કોર એટલે 68 રન બનાવનાર બાબર આઝમના હાથમાં ફ્રેક્ટર હોવાથી તેને હવે આખી સિરીઝમાં બહાર બેસવું પડશે.

શાનદાર ફોર્મમાં ચાલી રહેલ બાબર આઝમના હાથમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બેન સ્ટોક્સનો બોલ લાગ્યા બાદ તેમને રિટાયર્ડ હર્ટ થઈને પોતાની ઈનિંગને અધૂરી છોડીને બહાર જવું પડ્યું હતું અને હવે સમાચાર આવ્યા છે કે, આ ઈજા ગંભીર છે કે, તે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

પાકિસ્તાનની ટીમના ફિજિયોથેરેપિસ્ટ અનુસાર બાબર આઝમની કલાઈ ઉપર બોલ લાગવાના કારણે તેના હાથમાં ફ્રેક્ચર થઈ ગયો છે અને હાલમાં તેઓ બેટ પકડી શકતા નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અનુસાર બાબર આઝમની જગ્યાએ બીજા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવી રહ્યો નથી.

First published: May 26, 2018
વધુ વાંચો
अगली ख़बर