Home /News /sport /

પાકિસ્તાનના ઓલરાઉન્ડ શોએબ મલિકે વનડેમાંથી નિવૃતિ લેવાની કરી જાહેરાત

પાકિસ્તાનના ઓલરાઉન્ડ શોએબ મલિકે વનડેમાંથી નિવૃતિ લેવાની કરી જાહેરાત

ફાઈલ ફોટો

  પાકિસ્તાન ક્રિકેટમાં શોએબ મલિકને એક શાનદાર ખેલાડી માનવામાં આવે છે. સિયાલકોટમાં જન્મેલ આ ક્રિકેટરે 1999માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. તે લગભગ બે દશકાઓથી પાકિસ્તાન ટીમનો સૌથી પાવરફુલ બેટ્સમેન ગણાય છે. 2015માં તેને તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી, પરંતુ પાંચ વર્ષ પછી તેને વાપસી કરીને બધાને આશ્ચર્યમાં નાંખી દીધા. તેમને વાપસી કરી અર્ધશતક ફટકાર્યો હતો, પરંતુ ત્યાર બાદ તે સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો. તે પછી તેને ફરીથી ટેસ્ટમાંથી સંન્યાસ લઈ લીધો. ત્યારે મલિકે તેવા પણ સંકેત આપ્યા કે, તે 2019ના વર્લ્ડકપ પછી વનડેમાંથી સંન્યાસ લઈ લેશે, પરંતુ હાલમાં જ તેમને ફાઈનલી વનડેમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે.

  મલિકે કહ્યું કે, તેની ઈચ્છા છે કે, તે ટી-20 રમવાનું ચાલું રાખે, પરંતુ તે તેની ફિટનેસ પર નિર્ભર કરશે. શોએબે કહ્યું, "2019ના વિશ્વકપમાં અંતિમ વનડે રમીશ, પરંતુ હું ટી-20 રમવાનું ચાલુ રાખીશ"

  શોએબ મલિકે પોતાના કરિયમાં 35 ટેસ્ટ મેચ, 261 વનડે અને 98 ટી-20 રમે છે. તેમને ક્રમશ 1898, 6975 અને 1989 રન બનાવ્યા છે. તેમને 12 શતક અને 56 અર્ધશતક ફટકાર્યા છે. હાલમાં જ શોએબ મલિકને જિમ્બાબેમાં થનાર ત્રિકોણીય સિરીઝ માટે ટી-20 અને વનડે ટીમમાં જગ્યા આપી છે.

  36 વર્ષિય શોએબ પાકિસ્તાન સુપર લીગમાં મુલ્તાન સુલ્તાનની ટીમમાં રમ્યો છે. મલિકે 10 મેચોમાં 224 રન બનાવ્યા છે. ટૂંક સમયમાં જ શોએબ મલિક પિતા બનવાનો છે. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટ શોએબ મલિકના લગ્ન 12 એપ્રિલ 2010માં થયા હતા. હાલમાં જ સાનિયા અને શોએબે આની જાણકારી આપી હતી કે, તેઓ માતા-પિતા બનવાના છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Shoaib malik

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन