અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચમાં મારપીટ, તોડફોડ

News18 Gujarati
Updated: June 29, 2019, 10:38 PM IST
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચમાં મારપીટ, તોડફોડ
AP Photo

મેચ દરમિયાન એક વિમાન પણ સ્ટેડિયમની ઉપરથી પસાર થયું હતું, જેમાં બલૂચિસ્તાનને લઈને રાજનીતિક મેસેજ લખેલો હતો

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મુકાબલામાં દર્શકો ઝઘડી પડ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પાકિસ્તાની પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે દર્શકોમાં રહેલા અફઘાનિસ્તાની પ્રશંસકો ઘણી ગાળો આપી રહ્યા છે અને ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. એક પાકિસ્તાની પત્રકારને માર માર્યો હોવાના સમાચાર છે. પાકિસ્તાની પત્રકાર જખરુફ ખાને ટ્વિટ કરીને જણાવ્યું છે કે અફઘાન પ્રશંસક સ્ટેડિયમની અંદર અને બહાર રહેલા પાકિસ્તાની પ્રશંસકોને ગાળો આપી રહ્યા છે અને તેમની ઉપર હુમલો કરી રહ્યા છે. તેમણે ડોન ટીવીના સ્પોર્ટ્સ પત્રકાર મખદુમ અબુ બકર બિલાલને પણ માર્યો છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં માહોલ ટેન્શન ભર્યો છે. પાકિસ્તાની પત્રકાર સાજ સાદિકે કહ્યું હતું કે મેદાનની અંદર અને બહાર ઘણો ખરાબ માહોલ છે. અફઘાન અને પાકિસ્તાની પ્રશંસકો અંદરો-અંદર લડી રહ્યા છે. કેટલાકને સિક્યોરિટી સ્ટાફે મેદાનની બહાર મોકલી દીધા છે. અન્ય એક પત્રકાર ફૈઝાન લખાનીએ પણ આવો રિપોર્ટ આપ્યો છે.

આ પણ વાંચો - ICC World Cup 2019: ભગવા જર્સીમાં નજર આવ્યા ટીમ ઇન્ડિયાનાં સુપર હિરોલખાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મેં સેકડો આંતરરાષ્ટ્રીય મેચ કવર કરી છે પણ આટલો ખરાબ વ્યવહાર ક્યારેય જોયો નથી. નફરત સ્પષ્ટ રીતે જોવા મળે છે અને ગાળો પણ આપવામાં આવી રહી છે. અફઘાન પ્રશંસકો પાકિસ્તાની પત્રકારોને પણ પરેશાન કર્યા હતા. મખદુમ અબુ બકર બિલાલ સાથે મેદાનની બહાર મારપીટ કરાઈ હતી. આટલું ટેન્શન તો ભારત-પાકિસ્તાનની મેચમાં પણ હોતું નથી.બીજી તરફ મેચ દરમિયાન એક વિમાન પણ સ્ટેડિયમની ઉપરથી પસાર થયું હતું, જેમાં બલૂચિસ્તાનને લઈને રાજનીતિક મેસેજ લખેલો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઘણા વાકયુદ્ધ થયા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ અસદુલ્લાહ ખાને પાકિસ્તાનને મદદની ઓફર કરી હતી. તેમણે ભારત સામે પાકના પરાજય પછી કહ્યું હતું કે જો પાકિસ્તાન રમતમાં કોઈપણ પ્રકારની મદદ ઇચ્છે છે તો અમે તૈયાર છીએ.
First published: June 29, 2019, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading