Home /News /sport /

PAK ક્રિકેટરે કહ્યું , "મને બે સપ્તાહ માટે હાર્દિક આપી દો, નંબર 1 બનાવી દઇશ"

PAK ક્રિકેટરે કહ્યું , "મને બે સપ્તાહ માટે હાર્દિક આપી દો, નંબર 1 બનાવી દઇશ"

હાર્દિક પંડ્યાની ફાઇલ તસવીર

પાકિસ્તાનનાં દિગ્ગજ ક્રિકેટર અબ્દુલ રઝ્ઝાકે હાર્દિક પંડ્યાને ક્રિકેટ શીખવવા બીસીસીઆઈ પાસે કામ માંગ્યું છે.

    ન્યૂઝ18 ગુજરાતી : વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતની ટીમ હજી એકપણ મેચ હારી નથી. ટીમ ઇન્ડિયાનાં બધા જ ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યાં છે. હાર્દિક પંડ્યા પણ મિડલ ક્રમ મજબૂત બનાવી રહ્યાં છે. ત્યારે પાકિસ્તાનનાં દિગ્ગજ ક્રિકેટર અબ્દુલ રઝ્ઝાકે હાર્દિક પંડ્યાને ક્રિકેટ શીખવવા બીસીસીઆઈ પાસે કામ માંગ્યું છે.

    પાકિસ્તાનનાં પત્રકાર સાઝ સાદિકે રઝ્ઝાકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રઝ્ઝાકે કહ્યું છે કે, 'મને ખાલી બે સપ્તાહનો સમય આપો તો હાર્દિક પંડ્યાને સૌથી સારો ઓલ રાઉન્ડર અને હિટર બનાલી દઇશ.' તેમણે તે પણ કહ્યું કે, ભારત વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી મેચમાં તેમણે પહેલી વાર હાર્દિકને રમતો જોયો અને તેમણે ઘણી જ કમીઓ દેખાઇ.



    તેમણે કહ્યું કે જ્યારે તે હિટ કરતા હતાં ત્યારે તેમનામાં ફૂટ મૂવમેન્ટ અને પગનું સ્વિંગમાં, બોડી બેલેન્સમાં ઘણી કમીઓ દેખાય છે. જો હું દુબઇમાં તેમની સાથે બે સપ્તાહ કામ કરીશ તો તેઓ દુનિયાનાં સૌથી બહેતરીન ઓલ રાઉન્ડર બની જશે.



    તેમણે કહ્યું કે જો બીસીસીઆઈ ચાહે તો હાર્દિક પંડ્યામાં સુધાર આવે તો હું તૈયાર છું અને બે સપ્તાહમાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવી શકું છું.

    આ પણ વાંચો : હાર્દિક પંડ્યાએ ખોલ્યું ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રુમનું રહસ્ય, સામે આવ્યો Video

    વેસ્ટઇન્ડીઝ સામે હાર્દિક પંડ્યાએ 38 બોલમાં પાંચ ચોક્કા સાથે 46 રન બનાવ્યાં હતાં. તેમની સ્ટ્રાઇક રેટ 121.05ની છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: World cup 2019, પાકિસ્તાન, ભારત, હાર્દિક પંડ્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन