મોહમ્મદ કૈફનું મોટું નિવેદન, 'આતંકવાદીઓની કઠપૂતળી બની ગયા છે ઇમરાન ખાન'

News18 Gujarati
Updated: October 7, 2019, 12:13 PM IST
મોહમ્મદ કૈફનું મોટું નિવેદન, 'આતંકવાદીઓની કઠપૂતળી બની ગયા છે ઇમરાન ખાન'
મોહમ્મદ કૈફ

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સોશિયલ મીડિયામાં તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે "ધર્મનો ભલે આંતકવાદ સાથે કોઇ સંબંધ ના હોય, પણ પાકિસ્તાનનો જરૂરથી છે."

  • Share this:
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે (Mohammad Kaif) પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાનને (Imran Khan) સોશિયલ મીડિયામાં તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે "ધર્મનો ભલે આંતકવાદ સાથે કોઇ સંબંધ ના હોય, પણ પાકિસ્તાનનો જરૂરથી છે." સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાન ખાને આપેલા ભાષણ પર ક્રિકેટર કૈફે મોટું નિવેદન આપ્યું છે. જો કે કૈફ પહેલા આ જ મામલે હરભજન સિંહ, વીરેન્દ્ર સહવાગ, ગૌતમ ગંભીર, સૌરવ ગાંગુલી, ઇરફાન પઠાન અને મોહમ્મદ શમી જેવા ભારતીય ક્રિકેટરો પણ, ઇમરાન ખાનની આ મામલે ઝાટકણી કાઢી ચૂક્યા છે.

કૈફે ટ્વિટ કરીને કહ્યું કે "હા, પણ પાકિસ્તાનનો આતંકવાદ સાથે લેવાદેવા ચોક્કસથી છે. અહીં આતંકીઓનું બ્રિડીંગ થાય છે, સંયુક્ત રાષ્ટ્રમાં દુર્ભાગ્યપૂર્ણ ભાષણ તમે આપ્યું છે, એક મહાન ક્રિકેટરથી હવે તમે પાકિસ્તાની સેના અને આંતકીઓના કઠપૂતળી તમે બની ગયા છો, જેણે તમારી પતન નોતર્યું છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય ક્રિકેટરોએ પણ ઇમરાન ખાનના ભાષણને નફરત ફેલાવતું ભાષણ કરાર કર્યું છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પોતાના ભાષણ દરમિયાન ભારત પર પરમાણુ યુદ્ધ કરવાની ધમકી આપી હતી. શમીએ આ પર લખ્યું કે મહાત્મા ગાંધીએ પોતાનું જીવન પ્રેમ, સદ્ધભાવ અને શાંતિનો સંદેશ ફેલાવવામાં વ્યતિત કર્યું. ત્યાં જ ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર પોડિયમથી ધમકી અને નફરત ફેલાવી રહ્યા છે. પાકિસ્તાનને એવા નેતાની જરૂર છે જે નોકરી, વિકાસ અને આર્થિક વિકાસની વાત કરે, નહીં કે યુદ્ધ અને આંતકવાદને શરણ આપે.

mohammad kaif
કૈફનું નિવેદન


હરભજન સિંહ પણ ઇરફાન પઠાણે પણ ઇરમાન ખાન વિરુદ્ધ ટ્વિટ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ દરમિયાન ભારત પર સંભવિત પરમાણુ યુદ્ધનો સંકેત આપ્યો. એક મોટા ખેલાડી તરીકે ઇમરાન ખાનના શબ્દો બંને દેશો વચ્ચે ખાલી નફરત ફેલાવશે. એક સાથી ખેલાડી તરીકે મને તેમનાથી આ આશા નહતી, મને આશા છે કે તે શાંતિ વધે તેવા પ્રયાસ કરશે.
First published: October 7, 2019
વધુ વાંચો
अगली ख़बर