Home /News /sport /પાકિસ્તાનનો ફજેતો! ઝીમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિએ જાહેરમાં ઉડાવી મજાક, પાક. PMએ પણ આપ્યો જોરદાર જવાબ

પાકિસ્તાનનો ફજેતો! ઝીમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિએ જાહેરમાં ઉડાવી મજાક, પાક. PMએ પણ આપ્યો જોરદાર જવાબ

ઝીમ્બાબ્વે સામે પરાજય બાદ ઝીમ્બાબ્વેનો ફજેતો

T20 World Cupમાં ઝીમ્બાબ્વે સામે પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેના કારણે સોશ્યલ મીડિયામાં મિમ્સનું પૂર ઊમટ્યું છે. ઝીમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પણ મજાક કર્યો હતો અને જવાબમાં પાક. PM એ જોરદાર જવાબ આપ્યો હતો.

પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની (pakistan vs zimbabwe) ઐતિહાસિક જીત બાદ દરેક લોકો બાબર આઝમની ટીમને ટ્રોલ કરી રહ્યા છે. આ વખતે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિએ પણ આ ટ્રોલિંગની રેસમાં ભાગ લીધો અને માત્ર એક ટ્વિટ કરીને સમગ્ર પાકિસ્તાનને ઉતારી પાડ્યું હતું. પાકિસ્તાન સામે ઝિમ્બાબ્વેની એક રનથી જીત બાદ પોતાની ટીમને અભિનંદન આપતાં રાષ્ટ્રપતિ એમર્સન મનગાગ્વાએ લખ્યું હતું કે, ઝિમ્બાબ્વે માટે કેટલી મોટી જીત છે! શેવરોનને અભિનંદન. આવતી વખતે અસલી મિસ્ટર બીન મોકલજો.

શું છે મિસ્ટર બીન વિવાદ?

મિસ્ટર બીન વિવાદ પાકિસ્તાન vs ઝિમ્બાબ્વે (Pakistan vs Zimbabwe) મેચ (cricket match) પહેલા ચર્ચામાં આવ્યો હતો. 25 ઓક્ટોબરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (Pakistan cricket match) તેમના ટીમની પ્રેક્ટિસ સેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેના પર ઝિમ્બાબ્વેના એક પ્રશંસકે ટિપ્પણી કરી હતી. તે પ્રશંસકે પાકિસ્તાનના ક્રિકેટરો અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લખ્યું કે, અમે ઝિમ્બાબ્વેના લોકો તમને માફ નહીં કરે ... તમે એકવાર અમને મિસ્ટર બીન રોવાનને બદલે ફ્રોડ પાક બીન આપ્યો છે. અમે આવતીકાલે મામલો ઉકેલી નાખીશું, બસ પ્રાર્થના કરો કે વરસાદ તમને બચાવી લે.

આ મામલે પાકિસ્તાનની આખરી બોલ પર હાર થયા બાદ ઝીમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે હવેથી નકલી મી. બિન ન મોકલશો.

શાહબાઝ શરીફે આપ્યો વળતો જવાબ

આ ટ્વિટના જવાબમાં પાકિસ્તાનનાં શાહબાઝ શરીફે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે અમારી પાસે અસલી મી. બીન નહીં હોય પણ અમારી પાસે ક્રિકેટની જેમનું સ્પિરિટ છે. જુસ્સો છે. અને ફરી પાછા આવવાની આદત છે.



Ngugi Chasura નામના આ પ્રશંસકનું ટ્વીટ આ મેચ પહેલા ખૂબ જ વાયરલ થયું હતું અને જ્યારે ઝિમ્બાબ્વે મેચ જીતી તો તેના રાષ્ટ્રપતિએ પણ પોતાના ટ્વિટમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. સમાચાર અનુસાર, 2016માં પાકિસ્તાને ઝિમ્બાબ્વેમાં પરફોર્મ કરવા માટે ફેક મિસ્ટર બીનને મોકલ્યો હતો, આ ફેક મિસ્ટર બીન તે દરમિયાન સ્થાનિક લોકો પાસેથી પૈસા પણ લેતો હતો. આ કારણે ઝિમ્બાબ્વેના લોકો ઘણા ગુસ્સામાં હતા અને તેમણે ટ્વિટ્ટર થકી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઝિમ્બાબ્વે (Zimbabwe president)ના રાષ્ટ્રપતિએ પણ આ ટ્વિટમાં હિસ્સો લઈને પાકિસ્તાનને ટ્વિટ્ટર પર ટ્રોલ કરવાનો મોકો છોડ્યો ના હતો.


અહીં ઉલ્લેખનિય છે કે, ગુરુવારે પર્થ સ્ટેડિયમમાં રમાયેલી ICC T20 વર્લ્ડ કપ 2022ની મેચમાં પાકિસ્તાનને ઝિમ્બાબ્વેના હાથે 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 8 વિકેટે 130 રન બનાવ્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાનને 20 ઓવરમાં 8 વિકેટે 129 રન કર્યા હતા.
First published:

Tags: Pakistan PM, PM Shehbaz Sharif, Zimbabwe, ક્રિકેટ