PAK VS NZ T 20 World cup: પાકિસ્તાનની બીજી ખતરનાક મેચ! ન્યૂઝીલેન્ડના હાજા ગગડાવી નાખ્યા

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 134 રનનો ટાર્ગેટ આપ્યો છે.

PAK VS NZ T 20 World cup:ટી-20 વર્લ્ડકપની પાકિસ્તાનની બીજી મેચમાં રણનીતિ સામે આવી ગઈ, આ સ્ટ્રેટેજીથી ભારતને હરાવ્યું હવે ન્યૂઝીલેન્ડને પણ ભીંસમાં લીધું

  • Share this:
    PAK vs NZ LIVE SCORE TODAY, T20 World Cup 2021: આજે શારજહાંમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની (pak vs nz live score) મેચ યોજાઈ રહી છે. પાકિસ્તાને ભારતની જેમ જ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જાણ કે ભારત સામે મેચ ચાલી રહી હતી એવી જ રણનીતિ સાથે પાકિસ્તાન ઉતર્યુ હતું. ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ 36 રને પડી ત્યાં સુધી રમત નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ પાકિસ્તાને મેચ પલટવાની શરૂઆત કરી દીધી હતી. ( Pakistan vs New Zealand T20) પાકિસ્તાનના બૉલર્સે એક પછી એક ન્યૂઝીલેન્ડની 8 વિકેટે ખેરવી નાખી હતી. જાણે કે ભારત સામેની મેચનું પૂનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કેપ્ટન લિલિયમસને થોડું જોર આપ્યું છતા સ્કોર આગળ વધી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવી ચુક્યું હતું અને રન માત્ર 134 થયા હતા.

    ભારત સામે અપવાની એવી જ રણનીતિ : પાકિસ્તાને ભારત સામે અપનાવી એવી જ રણનીતિ ન્યૂઝીલેન્ડની સામે અપનાવી હતી. પાવરપ્લેમાં ફાસ્ટ બૉલરોએ દબાણ બનાવ્યું અને ત્યારબા સ્પીનરોએ રન રોક્યા અને સમયાંતરે વિકેટો ઝડપી. પરિણામે ન્યૂઝીલેન્ડની સ્થિતિ ભારત કરતાં પણ વધું કફોડી થઈ ગઈ. આખી ટીમ 20 ઑવરમાં 8 વિકેટે ખૂબ સસ્તામાં સમેટાઈ એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ટી-20 વર્લ્ડકપના વીન પ્રેડિક્ટર મુજબ પાકિસ્તાન જ આ મેચ જીતશે

    134 રનનો પડકાર બાબર અને રિઝવાને ભારતવાળી કરી

    134 રનના પડકાર સામે પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમ અને રિઝવાને ભારત સામે કરી એવી જ શરૂઆત કરી હતી. જોકે, 6 ઓવરના પ્રથમ બોલમાં જ બાબર આઝમ ટીમ સાઉથીના સ્લો સ્પીન બૉલમાં ક્લિન બોલ્ડ થઈ ગયો હતો. પરંતુ રનનો સ્કોર ઓછો હોવાના કારણે પાકિસ્તાન પર ખાસ દબાણ નહોતું.

    આ પણ વાંચો :   અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, જાત-જાતની રમતોમાં ખરીદી છે ટીમ

    પાકિસ્તાનને મળ્યા છે ખાસ કોચ

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને ટી-20 વર્લ્ડ કપ માટે ઑસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી માટે મેથ્યુ હેડન અને આફ્રિકાના બૉલર ફિલાન્ડરે તૈયાર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ બંને ખેલાડીઓની પસંદગી ટી-20 કોચ તરીકે કરી છે અને તેમણે ટીમમાં ખૂબ બદલાવ કર્યો હતો. પહેલીવાર પાકિસ્તાની ટીમે ખતરનાક પર્ફોમન્સ આપી અને ભારતને વર્લ્ડકપમાં હાર આપી તેનું કારણ પણ આ ખેલાડીઓની મહેનત હતી.
    Published by:Jay Mishra
    First published: