PAK VS NZ: T20 World Cupમાં પાકિસ્તાનની સતત બીજી જીત, ન્યૂઝીલેન્ડ સામે ડેથ ઓવરોમાં બાજી પલટી

પાકિસ્તાનની છેલ્લી પાર્ટનરશીપે જીત અપાવી

PAK VS NZ T 20 World cup: ખરાખરીના મુકાબલામાં આખરે પાકિસ્તાનની જીત, ન્યૂઝીલેન્ડ કડી ટક્કર આપી, શોહેબ મલિકે જીત અપાવી

  • Share this:
    PAK vs NZ LIVE SCORE TODAY, T20 World Cup 2021: આજે શારજહાંમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની (pak vs nz live score) મેચ યોજાઈ રહી છે. પાકિસ્તાને ભારતની જેમ જ ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જાણ કે ભારત સામે મેચ ચાલી રહી હતી એવી જ રણનીતિ સાથે પાકિસ્તાન ઉતર્યુ હતું. ન્યૂઝીલેન્ડને પાકિસ્તાને 134 રનમાં સમેટી લીધું હતું. જેના જવાબમાં પાકિસ્તાને શરૂઆત સારી કરી હતી પરંતુ ન્યૂઝીલેન્ડે ખૂબ સારું પ્રદર્શન કર્યુ હતું. ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનની પાંચ વિકેટો ખેરવી હતી અને એક તબક્કે પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. છતાં અંતમાં શોહેબ મલિક અને આસિફ અલીની પાર્ટનરશીપે પાકિસ્તાનને જીત અપાવી હતી.

    ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી છતા રન ન કરી શક્યા : ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ 36 રને પડી ત્યાં સુધી રમત નિયંત્રણમાં હતી પરંતુ ત્યારબાદ પાકિસ્તાને મેચ પલટવાની શરૂઆત કરી દીધી હતી. ( Pakistan vs New Zealand T20) પાકિસ્તાનના બૉલર્સે એક પછી એક ન્યૂઝીલેન્ડની 8 વિકેટે ખેરવી નાખી હતી. જાણે કે ભારત સામેની મેચનું પૂનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કેપ્ટન લિલિયમસને થોડું જોર આપ્યું છતા સ્કોર આગળ વધી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડ 20 ઑવરમાં 8 વિકેટ ગુમાવી ચુક્યું હતું અને રન માત્ર 134 થયા હતા.

    પાકિસ્તાનની વિકેટો પડી પણ અંત સુધી રન થતા રહ્યા

    જવાબમાં પાકિસ્તાનની બેટિંગ શરૂઆતમાં સારી રહી હતી. પાકિસ્તાનની 5 વિકેટો પણ પડી પરંતુ રન ઓછા હોવાના કારણે ન્યૂઝીલેન્ડ ડિફેન્ડ કરી શક્યું નહોતું. પાંચ વિકેટ બાદ ન્યૂઝીલેન્ડના પક્ષમાં મેચ જતી લાગી રહી હતી પરંતુ આસિફ અલી અને શોહેબ મલિકની ભાગીદારીના કારણે પાકિસ્તાન રન બનાવવામાં સફળ રહ્યુ હતું. વિકેટો ગુમાવ્યા છતાં ન્યૂઝીલેન્ડ છેક સુધી રન બનાવવામાં સફળ રહ્યુ હતું.

    ભારત સામે અપવાની એવી જ રણનીતિથી રમ્યુ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડે પરસેવો પડાવ્યો

    પાકિસ્તાને ભારત સામે અપનાવી એવી જ રણનીતિ ન્યૂઝીલેન્ડની સામે અપનાવી હતી. પાવરપ્લેમાં ફાસ્ટ બૉલરોએ દબાણ બનાવ્યું અને ત્યારબા સ્પીનરોએ રન રોક્યા અને સમયાંતરે વિકેટો ઝડપી. પરિણામે ન્યૂઝીલેન્ડની સ્થિતિ ભારત કરતાં પણ વધું કફોડી થઈ ગઈ હતી. જોકે, ન્યૂઝીલેન્ડની બોલિંગ સારી હોવાના કારણે પાકિસ્તાનને જીતવામાં પરસેવો પડ્યો હતો.
    Published by:Jay Mishra
    First published: