T20 World Cup: અમ્પાયરે ભૂલ કરી છતાં પાકિસ્તાન ફાઇનલમાં ન પહોંચી શક્યું! ઓસ્ટ્રેલિયા થયો ફાયદો

ડેવિડ વોર્નરને એમ્પાયર દ્વારા ખોટી રીતે આઉટ આપવામાંઆવ્યો હતો. તસવીર-AP

T20 World Cup 2021: T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે હારી ગયું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. મેચ (Pakistan vs Australia) માં ડેવિડ વોર્નરને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો હતો.

  • Share this:
    નવી દિલ્હી: ડેવિડ વોર્નરે (David Warner) 49 રન ફટકારીને ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની આશા જીવંત રાખી હતી. પરંતુ અમ્પાયરે તેને 11મી ઓવરના પહેલા બોલ પર શાદાબ ખાનની (Shadab Khan) ઓવરમાં વિકેટ પાછળ આઉટ આપ્યો હતો. જો કે બોલ બેટને આડ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા પાસે 2 રિવ્યુ બાકી હતા, પરંતુ વોર્નરે તેનો ઉપયોગ કર્યો. તે પેવેલિયન પરત ફર્યા હતો. આ પછી પણ પાકિસ્તાનની ટીમ જીત (T20 World Cup 2021) હાંસલ કરી શકી નથી. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 4 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

    ડેવિડ વોર્નરે 30 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. 10 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 89 રન હતો. આ સમયે મેચ બરાબરી પર હતી. પરંતુ વોર્નર આઉટ થતાની સાથે જ પાકિસ્તાનની ટીમનો દબદબો છવાઈ ગયો. પરંતુ વેડ અને સ્ટોઇનિસે ઓસ્ટ્રેલિયાને રોમાંચક જીત અપાવી હતી. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ અને બેટ વચ્ચે ઘણું અંતર હતું. કોમેન્ટ્રી કરતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું કે ભલે રિપ્લે દર્શાવે છે કે, બોલ બેટને અડ્યો પણ નથી, પણ બેટ્સમેન જાણે છે કે શું થયું. વોર્નરને ખબર પડશે કે, બોલ બેટમાં વાગ્યો છે. આ કારણોસર તેણે ડીઆરએસનો ઉપયોગ કર્યો ન હતો. રિપ્લે જોયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કંઈ કરી શક્યા ન હતા.

    આ પણ વાંચો: ENG VS NZ : ન્યૂઝીલેન્ડે ઈન્ગલેન્ડને સેમિફાઇનલમાં હરાવ્યું, T-20 Wolrdcupની ફાઇલમાં પ્રવેશ

    ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 14 નવેમ્બરે દુબઈમાં ખિતાબી મુકાબલો રમાશે. ટીમ 2010માં પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ દ્વારા પરાજય મળ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. બંને ટીમો અત્યાર સુધી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. એટલે કે આ વખતે એક નવો ચેમ્પિયન જોવા મળશે.

    આ પણ વાંચો: સચિન તેંડુલકરે પત્નીના જન્મદિવસે ગુજરાતી ભોજન માણી લખ્યું એવું કે થઈ ધમાલ

    આ મેચ પહેલાં આ મેદાન પર રમાયેલી 11 માંથી 10 મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમો જીતી છે. આંકડામાં પાકિસ્તાનના મુકાબલે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ક્યારેય જીતી શક્યું નથી. જોકે એક આંકડો એવો પણ છે કે યૂએઇમાં પાકિસ્તાનની ટીમ ગત 16 ટી20 ઇન્ટરનેશનલ મેચથી અજેય છે.

    Published by:kuldipsinh barot
    First published: