રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ, 546 ઓલિમ્પિક મેડલ જીતનાર દેશ તમામ રમતમાંથી બહાર

News18 Gujarati
Updated: December 9, 2019, 6:22 PM IST
રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ, 546 ઓલિમ્પિક મેડલ જીતનાર દેશ તમામ રમતમાંથી બહાર
રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ

રશિયા આગામી વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક અને 2022 બેઈઝિંગ વિંટર ઓલિમ્પિકમાં ભાગ નહી લઈ શકે

  • Share this:
વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હવે રશિયા આગામી વર્ષે ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક અને 2022 બેઈઝિંગ વિંટર ઓલિમ્પિકમાં ભાગ નહી લઈ શકે. વાડાએ રશિયા પર એક ડોપિંગરોધી પ્રયોગશાળામાં ખોટા આંકડા આપવાનો આરોપ લગાવ્યો છે, અને આ કારણે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાડાની લુસાનામાં કાર્યકારી સમિતીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સમર ઓલિમ્પિકમાં રશિયાનો ઈતિહાસ આમ તો ગણો જૂનો છે. પરંતુ, 1996 બાદથી તે સળંગ ઓલિમ્પિકમાં ઉતરી રહ્યું છે. ગત 20 વર્ષમાં રશિયન ખેલાડીઓએ દુનિયાને પોતાનો જોશ બતાવ્યો છે. ઓલિમ્પિકમાં રશિયાએ અત્યાર સુધીમાં 195 ગોલ્ડ, 163 સિલ્વર અને 188 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ પહેલા ગત મહિને વાડાના તપાસકર્તાઓ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ કહ્યું હતું કે, રશિયાના અધિકારીઓએ કેટલાક સંભવિત ડોપિંગ મામલાને છુપાવવા અને આ મામલાનો ખુલાસો કરનારા લોકો પર દોષ નાખવા માટે મોસ્કો લેબોરેટરીના ડેટાબેસમાં છેડછાડ કરી છે. આઈઓસીએ કહ્યું હતું કે, મોસ્કો લેબના ડેટામાં ખુલેલી દગાબાજી દુનિયાભરમાં ચાલી રહેલા રમતના આંદોલનનું અપમાન છે.

વાડાએ 2015માં એક રિપોર્ટ સોપ્ટો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેને મોટા સ્તર પર રશિયન ખેલાડીઓના ડોપિંગ કરવાના પૂરાવા મળ્યા છે. ત્યારબાદ રશિયાની સમસ્યા વધી ગઈ હતી. ત્યારબાદ રશિયન ખેલાડીઓ ડોપિંગમાં લુપ્ત જોવાના મામલા સામે આવ્યા. સાથે કેટલાએ ખેલાડી ગત બે ઓલિમ્પિકમાંથી હટી ગયા. જ્યારે 2014 સોચી ગેમ્સ દરમિયાન રાજ્ય પ્રાયોજિત ડોપિંગને છુપાવવાને લઈ ગત વર્ષે પ્યોંગચાંગ વિંટર ગેમ્સ દરમિયાન રશિયાના ધ્વજવાહકને હટાવી દેવામાં આવ્યો હતો.
First published: December 9, 2019
વધુ વાંચો
अगली ख़बर