રશિયા ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા અમેરિકન ઓપન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ચોથા રાઉન્ડમાં શારાપોવાને સ્પેનની કાર્લા સ્વારેજ નાવારોએ સીધી સેટોંમાં 6-4, 6-3થી હરાવી દીધી છે.
2006ની ચેમ્પિયન શારોપોવાની નજર અમેરિકન ઓપનના ક્વાર્ટર ફાઈનલ પર ટકેલી હતી. વર્ષ 2012 બાદથી તે અત્યાર સુધીમાં તે આ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલ સુધી નથી પહોંચી શકી. શારાપોવાને હરાવનાર સ્વારેજ નવારોએ આ પહેલા 2013માં ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર કરી હતી.
પહેલી સેટમાં જ પાંચ વખતની ગ્રેંડ સ્લેમ ચેમ્પિયન શારાપોવાની સર્વિસ ત્રણ વખત તૂટી ગઈ. તેણે બીજી સેટમાં વાપસીની કોશિસ જરૂર કરી પરંતુ ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ગયું હતું.
15 મહિનાના ડોપિંગ બેન ખતમ થયા બાદ શારાપોવાએ ગત વર્ષે એપ્રિલમાં કોર્ટ પર વાપસી કરી હતી. પરંતુ 22મી વરિયતા પ્રાપ્ત શારાપોવા વાપસી બાદથી કોઈ પમ ગ્રેંડ સ્લેમની ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડથી આગળ નથી વધી શકી.
વર્ષ 2015માં તેણે છેલ્લે ગ્રેંડ સ્લેમની સફર પાર કરી હતી. પરંતુ સેમિફાઈનલમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર