Tokyo Olympics: બોક્સર પૂજા રાની બાદ પીવી સિંધુનો પણ સેમિફાઈનલમાં પરાજય

તસવીર એપી

Tokyo Olympics: ભારતે અત્યાર સુધી ઓલિમ્પિકમાં બે મેડલની નક્કી કર્યા છે. થોડા સમયમાં મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ(PV Sindhu) અને મહિલા બોક્સર પૂજા રાની(Pooja Rani) ઉતરવાના છે. તેમની પાસેથી પણ મેડલની અપેક્ષા છે.

  • Share this:
    ટોક્યો: ભારતની ગોલ્ડ મેડલની આશાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં વિશ્વની નંબર-2 ખેલાડી ચીની તાઇપેની  તાઇ ઝૂ યિંગ સામે હારી ગઈ છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ભારતની પીવી સિંધુનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાયુ છે. પ્રથમ ગેમમાં તાઈ ઝૂ યિંગે 21-18 અને બીજી ગેમમાં 21-12થી જીત મેળવી હતી. હવે પીવી સિંધુ આવતીકાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ચેન યૂફેઈ સામે ટકરાશે.

    બીજી ગેમમાં સિંધુ પાછળ રહી
    વિશ્વની નંબર ટૂ બેડમિન્ટન ખેલાડી ચીની તાઈપેની તાઇ ઝૂ યિંગે બીજી ગેમમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે આક્રમક રમત દ્વારા લીડ બનાવી લીધી અને સિંધુને વાપસી કરવાની તક આપી નહીં. અંતે ચીની તાઇપેની ખેલાડીએ 21-12થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

    રોમાંચક ગેમમાં હારી સિંધુ
    પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. તાઇ ઝૂ યિંગે શાનદાર વાપસી કરી હતી. તેણે પ્રથમ ગેમ 21-18થી પોતાના નામે કરી લીધી હતી.

    આવો હતો પાછલો રેકોર્ડ
    સિંધુ અને તાઈ ઝૂ યિંગ એકબીજા સામે 18 વખત ટકરાયા હતા. આ પહેલા સિંધુ અને તાઈ ઝૂ યિંગનો આમનો-સામનો રિયો ઓલિમ્પિકના રાઉન્ડ ઓફ-16 માં થયો હતો, જ્યાં સિંધુએ બાજી મારી હતી. અત્યાર સુધી સિંધુ તાઈ સામે માત્ર 5 વખત જીતી છે, જ્યારે 13 વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે.

    આ પણ વાંચો: શ્રીલંકાના 3 ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ, 38લાખ રૂપિયાનો થશે દંડ

    સિંધુની ક્વાર્ટર ફાઇનલ મેચની વાત કરીએ તો તેણે યામાગુચી સામે પહેલી ગેમ સરળતાથી જીતી લીધી હતી, પરંતુ બીજી ગેમમાં તેને ઘણી મેહનત કરવી પડી હતી. યામાગુચીએ શાનદાર વાપસી કરી, પરંતુ ભારતીય સ્ટાર બીજી ગેમમાં બે ગેમ પોઈન્ટ બચાવવામાં સફળ રહ્યો. તેણે 56 મિનિટમાં 21-13, 22-20થી મેચ જીતી હતી.

    આ પણ વાંચો: શિખર ધવનનો શરમજનક રેકોર્ડ, 'ગોલ્ડન ડક' બનનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો

    પૂજા રાની મહિલા બોક્સિંગની મિડલ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે. 2021માં એશિયન ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર પૂજાની સામે 2016 રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ચીની બોક્સર લી ક્યુ છે. આવી સ્થિતિમાં પૂજા માટેનો પડકાર સરળ રહેશે નહીં. આ પહેલા પૂજા રાનીએ 20 વર્ષીય અલ્જેરિયાના મુક્કેબાજ ઇચ્રાક ચાઇબને 5-0થી હરાવી હતી. એટલે કે, તેણે સરળ વિજય નોંધાવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published: