પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સેમિફાઈનલમાં પહોંચી

સિંધુ સળંગ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પહોંચી છે. તે હજુ સુધી એક પણ વખત આ ટૂર્નામેન્ટ જીતી નથી શકી

News18 Gujarati
Updated: August 23, 2019, 7:41 PM IST
પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં સેમિફાઈનલમાં પહોંચી
પીવી સિંધુ પહોચી સેમિફાઈનલમાં, એક પદક પાક્કો
News18 Gujarati
Updated: August 23, 2019, 7:41 PM IST
સ્ટાર ખેલાડી પીવી સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના મહિલા સિંગલની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેમે ક્વાર્ટર ફાઈનલમાં તાઈવાનની તાઈ ત્જુ યિંગને રસપ્રદ મુકાબલામાં 12-21, 23-21, 21-19થી હરાવી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં રમવામાં આવી રહેલી ટુર્નામેન્ટમાં સિંધુએ દુનિયાની બીજા નંબરની મહિલા બેડમિંટન ખેલાડીને 1 કલાક 11 મિનીટ સુધી ચાલેલા સંઘર્ષમાં હરાવી છે. સિધુ સળંગ ત્રીજા વર્ષે આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવી શકી છે.

ઓલિમ્પિક રજત પદક વિજેતા 24 વર્ષની સિંધુ ફાઈનલમાં જગ્યા પાક્કી કરવા માટે ચીનની ચેન યૂ ફેઈ અને ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ વચ્ચે યોજાનાર એક અન્ય ક્વાર્ટર ફાઈનલની વિજેતા સાથે મુકાબલો કરશે.

ગત બે વખતની ઉપવિજેતા છે સિંધુ

સિંધુ સળંગ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પહોંચી છે. તે હજુ સુધી એક પણ વખત આ ટૂર્નામેન્ટ જીતી નથી શકી. આ જીત સાથે જ યિંગ વિરુદ્ધ સિંધુનો જીત હારનો રેકોર્ડ 5-10નો થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે, બંનેની ગણતરી વર્તમાન સમયની બે બેસ્ટ મહિલા બેડમિન્ટન ખેલાડીમાં થાય છે પરંતુ, બંને બેડમિન્ટનની બે મોટી ટૂર્નામેન્ટ હજુ સુધી જીતી નથી શકી.

સિંધુ 2016 રિયો ઓલિમ્પિકની ફાઈનલમાં હારી ગઈ હતી અને 2017 અને 2018ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ રનર અપ રહી હતી. તો યિંગ આ બંને ટૂર્નામેન્ટની સેમિફાઈનલ સુધી પણ પહોંચી શકી ન હતી.

પહેલી ગેમમાં મજબૂર રહી સિંધુ
Loading...

યિંગે પહેલી ગેમની શરૂઆત જબરદસ્ત કરી હતી. તેણે સિંધુના બેકહેન્ડને નિશાના પર લીધો અને બઢત બનાવી લીધી. સિંધુ આ દરમિયાન યિંગને પરેશાન કરવામાં નિષ્ફળ રહી. ભારતીય ખેલાડી એક સમય 4-11થી અને પછી 9-14થી પાછળ હતી. તે 12-21થી પહેલી ગેમ હારી બેઠી.

બીજી ગેમમાં શાનદાર રહ્યો મુકાબલો
બીજી ગેમમાં પણ યિંગે ઝડપી રમત બતાવી પરંતુ આ વખતે સિંધુ તૈયાર દેખાઈ. ભારતીય ખેલાડીએ યિંગને લાંબી રેલિયોમાં વ્યસ્ત રાખવાની રણનીતિ અપનાવી. બંને ખેલાડી એક સમય 8-8થી અને 12-12થી બરાબર પર હતા. ત્યારબાદ સિંધુએ 18-16ની બઢત મેળી લીધી. યિંગે ફરી 18-18થી બરાબરી કરી લીધી. ત્યારબાદ બંને ખેલાડી 21-21 પર બરાબર હતા. પરંતુ સિંધુએ અહીંથી સળંગ બે પોઈન્ટ વધારે મેળવી 23-21થી બીજી ગેમ જીતી લીધી, અને મેચને ત્રીજી ગેમ સુધી લઈ જવામાં સફળ રહી.

ત્રીજી ગેમમાં સિંધુ એક સમયે 5-8થી પાછળ ચાલી રહી હતી. પરંતુ ત્યારબાદ તેણે 14-14 અને પછી 19-19 પર સ્કોર બરાબરીનો કરી લીધો. ભારતીય ખેલાડીએ ત્યારબાદ સલંગ બે પોઈન્ટ મેળવી સેમિફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી.
First published: August 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...