બેડમિંટન: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટૂર ફાઈનલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની

News18 Gujarati
Updated: December 20, 2018, 4:15 PM IST
બેડમિંટન: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટૂર ફાઈનલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની
પીવી સિંધુ (ફાઈલ ફોટો)

વર્લ્ડની નંબર-5 ખેલાડી ઓકુહરાને 21-19 21-17થી હરાવી ગત હારનો પણ બદલો લઈ લીધો છે.

  • Share this:
ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ શાનદાર ફોર્મ ચાલુ રાખતા ડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઈનલનો ખિતાબ જીતી લીધો છે. આ પહેલો મોકો છે, જ્યારે વર્લ્ડની નંબર-6 કેલાડી સિંધુએ ટૂર્નામેન્ટ જીતી છે. આ સાથે તે બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઈનલ જીતનારી પહેલી ભારતીય બની ગઈ છે. જ્યારે આ તેની કરિયરનો 14મો અને સીઝનનો પહેલો ખિતાબ છે.

ચીનના ગ્વાંગ્ઝૂમાં રમવામાં આવેલી ફાઈનલમાં સિંધુએ જાપાનની નિઝોમી ઓકુહરાને હરાવી દીધી. પીવી સિંધુએ એક કલાક અને બે મિનીટ ચાલેલી મેચમાં વર્લ્ડની નંબર-5 ખેલાડી ઓકુહરાને 21-19 21-17થી હરાવી ગત હારનો પણ બદલો લઈ લીધો છે. ઓકુહરાએ સિંધુને 2017ની વર્લ્ડ ચેમ્પિયનશિપના મુકાબલામાં હરાવી હતી. જ્યારે આ જીત સાથે સિંધુએ પોતાના વિરોધી વિરુદ્ધ જીતનું અંતર 7-6નું કરી દીધુ છે.

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુએ બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઈનલની સેમિફાઈનલમાં 2013ની વિશ્વ ચેમ્પિયન અને વર્લ્ડ રેન્કિંગમાં આઠમા નંબર પર રહેલી થાઈલેન્ડની રતચાનોક ઈંતનોનને 21-16, 25-23થી હરાવી હતી. તેણે થાઈલેન્ડની ખેલાડીના પડકારને માત્ર 54 મિનીટમાં હરાવી સળંગ બીજી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પગ મુક્યો હતો.

આ 23 વર્ષીય ભારતીય ખેલાડીનો મેચ પહેલા થાઈ ખેલાડી વિરુદ્ધ 3-4નો રેકોર્ડ હતો, પરંતુ સિંધુએ હાલના પોતાના રેકોર્ડને બરાબર રાખ્યો છે. તે છેલ્લા બે વર્ષથી ઈંતાનોન સામે હારી નથી.
First published: December 20, 2018, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading