ભારતના યુવાનોને સાચો રસ્તો બતાવીએ તો તે સફળતાની શાનદાર કહાની બની શકે છે: નીતા અંબાણી

News18 Gujarati
Updated: October 9, 2019, 7:59 AM IST
ભારતના યુવાનોને સાચો રસ્તો બતાવીએ તો તે સફળતાની શાનદાર કહાની બની શકે છે: નીતા અંબાણી
આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણી

નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડની નિર્દેશક અને રિલાયન્સ ફાઉન્ડૅશનની પ્રમુખ છે. રિલાયન્સ ફાઉન્ડૅશન ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા ગણા સમયથી કામ કરી રહ્યું છે

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચૅરપર્સન અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી સરકાર દેશમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ગણા પગલા ભરી રહી છે. સાથે તેમણે કહ્યું કે, ભારતમાં મહિલાઓ બંધનમાંથી મુક્ત થઈ દરેક ક્ષેત્રમાં નામ કમાઈ રહી છે. આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ફૂટબૉલ ટૂર્નામૅન્ટ ઈન્ડિયન સુપર લીગની માલીક નીતા અંબાણી લંડનમાં આયોજિત ધ સ્પૉર્ટ બિઝનેસ સમિટમાં 'ઈન્સ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઈન્ડિયા અપૉર્ચ્યુનિટી'માં બોલી રહ્યા હતા.

ફૂટબૉલ રમીન અને ભગવદગીતા વાંચીને પોતાની જાતને ભગવાનના નજીક જોઈ શકશો
ભારતમાં રમતો વિશે બોલતા નીતા અંબાણીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, પોતાના શરીરને મજબૂત બનાવો, રમત રમો, ફૂટબોલ રમો. તમે ફૂટબૉલ રમી અને ભગવદ ગીતા વાંચીને ખુદને ભગવાનની નજીક જોઈ શકશો. હવે ભારત રમત સહિત અનેક ક્ષેત્રોમાં પોતાની પરંપરાગત બુદ્ધિમત્તાને પ્રાપ્ત કરી રહ્યું છે.

પીએમ મોદીના વિઝનથી ભારત બની શકે છે રમતોમાં વૈશ્વિક તાકાત
તેમણે મોદી સરકાર દ્વારા રમત-ગમત માટે લેવામાં આવેલા પગલાના વખાણ કર્યા. નીતા અંબાણીએ કહ્યું કે, મજબૂત સરકારી મદદ વગર કોઈ દેશ રમતોમાં મોટી તાકાત નથી બની શકતો. ભારતમાં આપણે ભાગ્યશાળી છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તે વિઝન છે, જેના દ્વારા ભારત રમતમાં વૈશ્વિક તાકાત બની શકે છે. પૂરી દુનિયામાં યોગને પ્રોત્સાહન આપવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ રમત સાથે જોડાયેલા બે અભિયાન શરૂ કર્યા છે. ડિઝિટલ ક્રાંતિ આ અભિયાનોની મદદ કરી રહી છે, જેનાથી ભારતમાં સ્થિતિ બદલાઈ રહી છે.

તેમણે કહ્યું કે, આજે ભારતમાં મહિલાઓ બંધન તોડી આગળ વધી રહી છે. તે દરેક જગ્યા પર પોતાની છાપ છોડી રહી છે. તેમણે કહ્યું, રમત સૌથી મહાન અધ્યાપક છે. રમત જાદુઈ રીતે સમાનતા અપાવવાની રીત છે. ભારત જેવા યુવા દેશમાં જ્યાં કઈ કરી છૂટવાની ભાવના છે, જોશ છે ત્યાં જો તમે બાળકને સાચી દીશા દેખાડશો તો, તે સફળતાની શાનદાર કહાની બની શકે છે.નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડની નિર્દેશક અને રિલાયન્સ ફાઉન્ડૅશનની પ્રમુખ છે. રિલાયન્સ ફાઉન્ડૅશન ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા ગણા સમયથી કામ કરી રહ્યું છે. તેને 2016 રિયો ઑલિમ્પિક પહેલાથી ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટીનું સભ્ય પસંદ કરવામાં આવ્યું હતું.
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर