નીતા અંબાણીએ કહ્યું, જો વર્લ્ડ કપની ફાઈનલ ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે હોત તો શું થયું હોત

ફાઈનલને ઈંગ્લેન્ડમાં 15 મિલિયન (1.5 કરોડ) લોકોએ જોઈ. જ્યારે ભારતમાં આ મેચને 180 મિલિયન (18 કરોડ) દર્શકોએ જોઈ.

News18 Gujarati
Updated: October 9, 2019, 7:55 AM IST
નીતા અંબાણીએ કહ્યું, જો વર્લ્ડ કપની ફાઈનલ ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચે હોત તો શું થયું હોત
નીતા અંબાણીએ કહ્યું, ક્યારેક ઉગાડા પગે દોડનારી હિમા આજે ચપ્પલની કંપનીની બ્રાંડ ઍમ્બેસેડર
News18 Gujarati
Updated: October 9, 2019, 7:55 AM IST
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ મંગળવારે લંડનમાં કહ્યું કે, ભારત રમતની દુનિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પૂરી દુનિયા પાસે આ અવસર છે કે તે ભારત સાથે મળી રમત માટે કામ કરે. તેમણે સાથે એ પણ કહ્યું કે, રમત આ દુનિયામાં શાંતી માટે મોટી ભૂમિકા નિભાવી શકે છે. તેઓ લંડનમાં ધ સ્પોર્ટ બિઝનેસ સમિટમાં 'ઈન્સ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઈન્ડિયા અપૉર્ચ્યુનિટી'માં બોલી રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રથમ ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીએ જસપ્રિત બુમરાહ, હિમા દાસ, અને સચિન તેન્ડુલકર જેવા સિતારાઓનું ઉદાહરણ આપતા ભારતમાં રમતની સંભાવના વિશે જણાવ્યું.

રમત કોઈની સાથે ભેદભાવ નથી કરતી
મુંબઈ ઈન્ડિયન્સ નીતા અંબાણીએ કહ્યું કે, ભલે ક્રિકેટ ભારતને બ્રિટિશ લોકો પાસેથી મળી છે, પરંતુ ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ એક ભારતીયના નામે છે, જેનું નામ છે સચિન તેન્ડુલકર. તેમણે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા તેમને ખબર છે કે રમત કોઈની સાથે ભેદભાવ નથી કરતી. તેમણે જસપ્રિત બુમરાહનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેને મુંબઈ ઈન્ડિયન્સે એક નાના શહેરમાંથી શોધ્યો હતો. આજે તે અનેક યુવાનોનો આદર્શ છે. આજ રીતે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ છે. નીતા અંબાણીએ ભાષણ દરમિયાન જસપ્રિત બુમરાહની જર્નીનો વીડિયો પણ બતાવ્યો હતો.ક્યારેક ઉગાડા પગે દોડનારી હિમા આજે ચપ્પલની કંપનીની બ્રાંડ ઍમ્બેસેડર
તેમણે કહ્યું કે, આપણા યુવા ખેલાડીઓએ રમતની દુનિયામાં ધામાકો કરી દીધો છે. જુલાઈના મહિનામાં એથલિટે આંતરરાષ્ટ્રીય સ્તર પર 200થી વધારે મેડલ જીત્યા. તેમાંથી મોટાભાગની મેડલ વિનર મહિલાઓ હતી. આપણી 19 વર્ષીય સ્પ્રિન્ટર હિમા દાસે યૂરોપમાં 20 દિવસની અંદર 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે તે મોટી થઈ રહી હતી ત્યારે તેની પાસે પગમાં પહેરવા ચપ્પલ પણ ન હતા. હિમાએ ઉગાડા પગે તૈયારી કરી. આજે તે માત્ર ગોલ્ડ મેડલિસ્ટ જ નથી પરંતુ એડિદાસની બ્રાંડ એમ્બેસેડર પણ છે. આ રમતની તાકાત છે. હાલમાં ભારતમાં રમતનો ઉત્સાહવર્ધક સમય છે.
Loading...ભારતની વ્યૂઅરશિપ તાકાતને ગણાવી
ઈન્ડિયન સુપર લીગ (આઈપીએલ)ના માલિક નીતા અંબાણીએ ભારતમાં દર્શકોની તાકાતને ગણાવતા કહ્યું કે, આપણે ટીવીને પસંદ કરવાવાળા લોકો છીએ. પહેલા 10 વર્ષ માટે આઈપીએલના મીડિયા રાઈટ્સ 950 મિલિયન ડોલરમાં વેચાયા હતા. પરંતુ, ગત વર્ષે જ આઈપીએલના મીડિયા રાઈટ્સ અગામી પાંચ વર્ષ માટે 2.5 બિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા હતા. આ 500 ટકાનો જબરદસ્ત ઉછાળો છે.જો ઈન્ડિયા ફાઈનલમાં હોત તો...
તેમણે કહ્યું કે, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમવામાં આવેલી ફાઈનલને ઈંગ્લેન્ડમાં 15 મિલિયન (1.5 કરોડ) લોકોએ જોઈ. જ્યારે ભારતમાં આ મેચને 180 મિલિયન (18 કરોડ) દર્શકોએ જોઈ. ઈન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમવામાં આવેલી સેમિફાઈનલ મેચને 220 મિલિયન (22 કરોડ) દર્શકોએ જોઈ હતી. હવે વિચારો જો ઈન્ડિયા ફાઈનલમાં હોત તો શું થાત. ઈંગ્લેન્ડને જબરદસ્ત ટક્કર આપવાની સાથે વ્યૂઅરશિપ પણ આકાશને અડી ગઈ હોત. ક્રિકેટ સિવાય બાકી રમત જેમ કે ઓલિમ્પિક, ફીફા અને ઈપીએલની વ્યૂઅરશિપ પણ ઈન્ડિયાને એક જબરદસ્ત અવસર બનાવે છે.
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...