ટોક્યો ઓલમ્પિક સ્થગિત થશે! જાપાનના PM શિન્જો આબેએ પહેલીવાર આપ્યું નિવેદન

News18 Gujarati
Updated: March 23, 2020, 12:40 PM IST
ટોક્યો ઓલમ્પિક સ્થગિત થશે! જાપાનના PM શિન્જો આબેએ પહેલીવાર આપ્યું નિવેદન
જાપાનના વડાપ્રધાન શિન્જો આબે (ફાઇલ તસવીર)

ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ ઓલમ્પિકની વૈકલ્પિક તારીખો પર ડ્રાફ્ટીંગ શરૂ કરી દીધું છે

  • Share this:
ટોક્યોઃ કોરોના વાયરસ (Coronavirus) ની અત્યાર સુધી સૌથી વધુ અસર ચીન, ઈટલી, સ્પેન અને ઈરાન પર પડી છે. જ્યાં ઘણા લોકોએ જીવ ગુમાવયો છે. પરંતુ આ મહામારીથી જાપાનને અત્યાર સુધીનો સૌથી વધુ ઝટકો લાગી શકે છે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ સોમવારે પહેલીવાર કહ્યું કે ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympic) ને કદાચ સ્થગિત કરવો પડે. તેઓએ કહ્યું કે જો આ મહામારીના કારણે ઇવેન્ટ પૂરા ફોર્મેટમાં નહીં થઈ શકે તો ટોક્યો ઓલમ્પિક કદાચ સ્થગિત કરવી પડે. ઇન્ટરનેશનલ ઓલમ્પિક સમિતિ (આઓસી)એ રવિવારે એક ઇમરજન્સી બેઠક બાદ કહ્યું કે 24 જુલાઈથી શરૂ થનારા ઓલમ્પિકને લઈને પરિદૃશ્ય યોજનાને આગળ ધકેલી રહ્યા છીએ. આ યોજનાઓમાં સંબંધિત સ્થગિત પણ સામેલ છે.

સ્થિતિ ખરાબ થતાં કોઈ અન્ય વિકલ્પ

જાપાનના વડાપ્રધાને સંસદને કહ્યું કે, જો સ્થિતિ મુશ્કેલ થઈ જાય છે તો અમારી પાસે રમતોને સ્થગિત કરવા પર વિચાર કરવા ઉપરાંત કોઈ બીજો વિકલ્પ નથી બચતો. જાપાનના પીએમે કહ્યું કે તેઓએ રવિવારે ટોક્યો ઓલમ્પિકના પ્રમુખ યોશિરો મુરીની સામે પોતાના વિચાર રજૂ કર્યા હતા, જેઓએ આઈસીસી અધ્યક્ષ થોમસ બાક સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. મીડિયા અહેવાલો મુજબ ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ ઓલમ્પિકની વૈકલ્પિક તારીખો પર ડ્રાફ્ટીંગ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો, કોરોનાઃ શું વ્લાદિમીર પુતિને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવા છોડી દીધા છે 800 વાઘ અને સિંહ?

ઓલમ્પિક સ્થગિત કરવાની ઊભી થઈ છે માંગ

ગયા વર્ષે ચીનથી શરૂ થયેલી મહામારીએ દુનિયાભરમાં અત્યાર સુધી 13 હજારથી વધુ લોકોને પોતાના શિકાર બનાવી દીધા છે. બીજી તરફ, ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત છે. આ મહામારીની સૌથી વધુ અસર યૂરોપ પર પડી છે. તેના કારણે ટોક્યો ઓલમ્પિકને સ્થગિત કરવાની માંગ વધુ ઉગ્ર બની છે.આ પણ વાંચો, શહીદ  દિવસઃ ભગત સિંહને પાકિસ્તાનમાં જે સ્થળે ફાંસી અપાઈ ત્યાં બની ગઈ મસ્જિદ
First published: March 23, 2020, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading