Home /News /sport /હિમા દાસ વર્લ્ડ જૂનિયર એથલેટિક્સમાં સ્વર્ણ પદક જીતનાર પહેલી ભારતીય મહિલા બની

હિમા દાસ વર્લ્ડ જૂનિયર એથલેટિક્સમાં સ્વર્ણ પદક જીતનાર પહેલી ભારતીય મહિલા બની

હિમા દાસ ગુરૂવારે મહિલા 400 મીટર ફાઈનલમાં ખિતાબ જીતવાની સાથે આઈએએફ વિશ્વ અંડર 20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્વર્ણ પદક જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. આ ખિતાબની પ્રબળ દાવેદાર 18 વર્ષીય હિમા દાસે 51.46 સેકન્ડના સમયમાં સ્વર્ણ પદક જીત્યો.

તે ભાલા ફેંકના સ્ટાર્સ ખેલાડી નીરજ ચોપડાના લીસ્ટમાં શામેલ થઈ ગઈ છે, જેમણે 2016માં ગત પ્રતિયોગીતામાં વિશ્વ રેકોર્ડ પ્રયાસ સાથે સ્વર્ણ પદક જીત્યો હતો. જોકે આ પ્રતિયોગીતાના ઈતિહાસમાં સ્વર્ણ પદક જીતનારી તે પહેલી ટ્રેક ખેલાડી છે.

વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલા સીમા પૂનિયા (2002માં ચક્કર ફેંકમાં કાંસ્ય) અને નવજીત કૌર છિલ્લો (2014માં ચક્કર ફેંકમાં કાંસ્ય) પદક જીતી ચુક્યા છે.

હિમા હાલની અંડર-20ના સત્રમાં સર્વશ્રેષ્ઠ સમય નિકાળવાના કારણે આ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર હતી. તે એપ્રિલમાં ગોલ્ડ કોસ્ટમાં થયેલ રાષ્ટ્રમંડળ રમતની 400 મીટર સ્પર્ધામાં તત્કાલિન ભારતીય અંડર-20 રેકોર્ડ 51.32 સેકન્ડના સમયની સાથે છઠ્ટા સ્થાન પર રહી હતી.

ત્યારબાદ ગુવાહાટીમાં હમણાં યોજવામાં આવેલા રાષ્ટ્રીય આંતર રાજ્ય ચેમ્પિયનશિપમાં તેણે 51.13 સેકન્ડમાં પોતાના આ રેકોર્ડમાં સુધાર કર્યો હતો.
First published:

Tags: Field, Gold Medal, Others, World

विज्ञापन
विज्ञापन