નીતા અંબાણીએ કહ્યું, શિક્ષાની સાથે જ દેશના તમામ બાળકોને મળવો જોઈએ રમતનો અધિકાર

News18 Gujarati
Updated: October 9, 2019, 7:56 AM IST
નીતા અંબાણીએ કહ્યું, શિક્ષાની સાથે જ દેશના તમામ બાળકોને મળવો જોઈએ રમતનો અધિકાર
નીતા અંબાણીએ કહ્યું, ભારતને વૈશ્વિક રમતનું પાવરહાઉસ બનતું જોવા માંગે છે

નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની હેડ છે. જે ભારતની રમતને પ્રોત્સાહન આપવા કામ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જૂનિયર NBA પ્રોગ્રામ ચલાવે છે, જેમાં 20 રાજ્યોના 34 શહેરના 1.10 કરોડ બાળકો જોડાયેલા છે.

  • Share this:
રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના પહેલા ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણી લંડનમાં આયોજિત ધ સ્પૉર્ટ બિઝનેસ સમિટમાં 'ઈન્સ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સ: ધ ઈન્ડિયા અપૉર્ચ્યુનિટી'માં પોતાની વાત રાખતા તેમણે પોતાના ત્રણ સપના બતાવ્યા. નીતા અંબાણીએ કહ્યું કે, ભારત દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે પોતાના ત્રણ સપના વિશે જણાવ્યું કે, તેમનું પહેલુ સપનું છે કે, કોઈ પણ બાળક રમતના અવસરથી વંચિત ન રહે. તેમણે કહ્યું કે, તે દેશના સંવિધાનમાં શિક્ષાના અધિકારની સાથે-સાથે રમતનો પણ અધિકાર હોવાનું જાહેર થાય તે જોવા માંગે છે. તે પર્સનલ રીતે તમામ બાળકો માટે આ સપનું પૂરૂ કરવા માંગે છે.તેમણે કહ્યું કે, તે આને પોતાના ધર્મ તરીકે લે છે. તેમણે પોતાના બીજા સપના વિશે કહ્યું કે, તે ભારતને વૈશ્વિક રમતનું પાવરહાઉસ બનતું જોવા માંગે છે. નીતા અંબાણીએ કહ્યું કે, તેમનું સપનું છે કે, દેશમાં ઓલિમ્પિક અને ફીફા જેવી મોટી ટૂર્નામેન્ટ આયોજિત થાય. તેમણે ત્રીજા સપના વિશે વાત કરતા કહ્યું કે, રમતનું મુખ્ય લક્ષ્ય દુનિયામાં શાંતી ફેલાવવાનું હોય. 2016માં રિયો ઑલિમ્પિકમાં શરણાર્થીઓની ટીમે ઑલિમ્પિક ઝંડાની નીચે પરેડ કરી. આ યૂનિટની સૌથી શાનદાર પળ હતી. આ રમતની તાકાતને પણ દર્શાવે છે.40 લાખ બાળકો થયા પ્રભાવિત
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની હેડ છે. જે ભારતની રમતને પ્રોત્સાહન આપવા કામ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જૂનિયર NBA પ્રોગ્રામ ચલાવે છે, જેમાં 20 રાજ્યોના 34 શહેરના 1.10 કરોડ બાળકો જોડાયેલા છે. ગત અઠવાડીયે રિલાયન્સ ફાઉન્ડેશને સેક્રેમેન્ટો કિંગ્સ અને ઈન્ડિયાના પેસર્સ વચ્ચે મુકાબલો આયોજિત કરાવ્યો હતો. નીચા અંબાણી અનુસાર, રિલાયન્સ ફાઉન્ડેશન યૂથ સ્પોર્ટ્સે લગભગ પાંચ હજાર શિક્ષા સંસ્થાઓના 40 લાખ બાળકો પર અસર પડી છે. 2016માં રિયો ઑલિમ્પિક પહેલા તેમને ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટિના સભ્ય પસંદ કરવામાં આવ્યા હતા. એટલું જ નહી, નીતા અંબાણી ઈન્ડિયર સુપર લીગના ચેરપર્સન પણ છે. જે ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ ટૂર્નામેન્ટ છે. તો ક્રિકેટની દુનિયામાં પણ તેમનું શાનદાર નામ છે. આઈપીએલમાં તેઓ મુંબઈ ઈન્ડિયન્સના માલિક છે.
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...