આ અનોખી કબડ્ડી મેચ ઉપર હાઇકોર્ટની રહેશે નજર, કારણ કે...

News18 Gujarati
Updated: September 15, 2018, 10:19 AM IST
આ અનોખી કબડ્ડી મેચ ઉપર હાઇકોર્ટની રહેશે નજર, કારણ કે...
ભારતીય કબડ્ડી ટીમ

ભારતીય રમતોમાં ઇતિહાસમાં પહેલીવાર વખત કોર્ટની નજર હેઠળ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શનિવારે કબડ્ડીની મેચ રમાવા જઇ રહી છે.

  • Share this:
ભારતીય રમતોમાં ઇતિહાસમાં પહેલીવાર વખત કોર્ટની નજર હેઠળ દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શનિવારે કબડ્ડીની મેચ રમાવા જઇ રહી છે. આ મુકાબલો એ પુરુષો અને મહિલાઓ વચ્ચે રમાવા જઇ રહ્યો છે. તેમણે 18માં એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને આ રમત માટે ટીમમાં પસંદગી ન્હોતી કરવામાં આવી. મેચનું આયોજન કરવાનો નિર્ણય દિલ્હી હાઇકોર્ટે ગત મહિને જ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય કબડ્ડી ટીમો રવાના થયા પહેલા પૂર્વ કબડ્ડી ખેલડી મહિપાલ સિંહે હાઇકોર્ટનો દરવાજો ખખડાયો હતો. તેમણે અમેચ્યોર કબડ્ડુ મહાસંઘ (એએફકેઆઇ) ઉપર લાંચ લઇને ખેલાડીઓની પસંદગી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે નિર્ણય લીધો કે રમતોના સમાપન પછી એક મેચનું આયોજન કરવામાં આવશે. જેથી એ જાણી શકાય કે ખેલાડીઓની પસંદગી મુદ્દે મહિપાલ સિંહનો આરોપ સાચો છે કે નહીં.

મુખ્ય જસ્ટીસ ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મનન અને ન્યાયમૂર્તિ વીકે રાવની પીઠે આ મામલે સુનાવણી કરતા કહ્યું હતું કે, "એશિયન ગેમ્સથી પરત ફર્યા બાદ ભારતીય ટીમ (મહિલા અને પુરુષ)"ની મેચ એ ખેલાડીઓથી થશે જેમને રાષ્ટ્રીય ટીમમાં જગ્યા નથી મળી.

કોર્ટે બે ઓગસ્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે "15 સપ્ટેમ્બર 2018ના સવારે 11 વાગ્યે પસંદગી પ્રક્રિયાનું આજોન કરવામાં આવશે. પીઠે દિલ્હી હાઇકોર્ટના જસ્ટીશ એસ.પી ગર્ગ રમત અને યુવા મંત્રાલાયના એક અધિકારીની સાથે પસંદગીનું પર્યવેક્ષક પસંદ કરી શકાશે."

નિવૃત્ત જસ્ટિસ ગર્ગ શનિવારે સ્ટેડિયમમાં હાજર રહેશે. અરજીકર્તા મહિપાલ સિંહના વકીલ બી.એસ નાગર કહ્યું હતું કે, " આ મુકાબલો એ પુરુષો અને મહિલા ખેલાડીઓ વચ્ચે થશે જેમણે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને જેમણે ટીમથી બહાર રાખવામાં આવ્યા હતા."
First published: September 15, 2018, 9:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading