Home /News /sport /

CWG 2018: અંકુર મિત્તલે પુરૂષ ડબલ ટ્રેપમાં જીત્યો બ્રોન્ઝ

CWG 2018: અંકુર મિત્તલે પુરૂષ ડબલ ટ્રેપમાં જીત્યો બ્રોન્ઝ

    ભારતના 26 વર્ષીય નિશાનેબાજ અંકુર મિત્તલે 21મી કોમનવેલ્થ ગેમ્સમાં બુધવારે 7માં દિવસે પુરૂષોની ડબલ ટ્રેપ ઈવેન્ટનો બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી દીધો. અંકુરે 53 પોઈન્ટ હાસિલ કરી ત્રીજા નંબર પર આવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ઈવેંટમાં એક અન્ય ભારતીય નિશાનેબાજ અશભ મોહદને નિરાશા હાથ લાગી છે.

    આ ઈવેંટમાં સ્કોટલેંડના 21 વર્ષના નિશાનેબાદ ડેવિડ મેક્મેથે ગોલ્ડ મેડલ જીત્યો અને સાથે જ આ ઈંવેંટમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેણે 74 પોઈન્ટ મેળવ્યા.

    આઈલ ઓફ મેનના ટિમ નીલે સિલ્વર મેડલ પર કબ્જો કર્યો. તેણે મેક્મેથથી ચાર પોઈન્ટ ઓછા કરી 70 પોઈન્ટ મેળવી બીજો નંબર મેળવ્યો. આ પહેલા ક્વોલિફિકેશનમાં ટોપ-6 નિશાનેબાજ જ ફાઈનલમાં પ્રવેશ કરી શકે છે અને એવામાં 27 નિશાનેબાજો વચ્ચે અશબ અને અંકુરે ફાઈનલમાં પહોંચવાની સાથે જ સ્વયંને મેડલ મેળવવાની દોડમાં ટકાવી રાખ્યા.

    અશબે ક્વોલિફિકેશનમાં 137 પોઈન્ટ મેળવતાની સાથે જ શૂટ ઓફમાં પાંચ પોઈન્ટ મેળવ્યા, જ્યારે અંકુરે 133 પોઈન્ટ મેળવ્યા. આ ક્વોલિફિકેશનમાં સ્કોટલેન્ડના ડેવિડ મેક્મેથે 137 પોઈન્ટ સાથે શૂટ-ઓફમાં 6 પોઈન્ટ મેળવ્યા અને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું.
    Published by:kiran mehta
    First published:

    Tags: CWG 2018, Others, Won

    આગામી સમાચાર