ભારતીય ખેલાડીઓએ એશિયાડ રમતોના 18મી સિઝનમાં દમદાર પ્રદર્શન કરતાં કુલ 15 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 1951માં પણ ભારતે આટલા જ સ્વર્ણ જીત્યા હતા. એશિયન રમતની સિઝન 18 તે માટે યાદગાર બની જશે કેમ કે, અત્યાર સુધીની બધી જ સિઝનની સરખામણીમાં ભારતીય ખેલાડીઓએ આ વખતે સૌથી વધારે મેડલ મેળવ્યા છે.
ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે કુલ 69 મેડલ જીત્યા જ્યારે પોતાની મેજબાનીમાં થયેલ પ્રથમ સિઝનમાં ભારતીય ખેલાડીઓએ 15 ગોલ્ડ અને 20 બ્રોન્ઝ સાથે કુલ 51 મેડલ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજો સ્થાન મેળવ્યો હતો. કુલ મેડલોની બાબતમાં ભારતે 2010માં એશિયન રમતોને પાછળ છોડી દીધી. ચીનના ગ્વાંગઝૂમાં થયેલ 2010 એશિયન રમતોમાં ભારતે કુલ 65 મેડલ જીત્યા હતા.
જકાર્તામાં ભારત માટે સૌથી વધારે મેડલ એથલેટિક્સમાં આવ્યા. એથલીટોએ બધાને ચોકાવતા સાત ગોલ્ડ મેડલ, 10 સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે કુલ 19 મેડ પોતાના નામે કર્યા. એથલેટિક્સની કેટલીક સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓએ આશા કરતાં પણ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવનાર પરિણામ આપ્યા. ભારતે પુરૂષ 800 મીટર, પુરૂષ 1500 મીટર, પુરૂષ ગોળા ફેંક, પુરૂષ ભાલા ફેંક, પુરૂષનો ત્રિપલ કૂદકો, મહિલા 4x400 મીટર રિલે, સ્ત્રીઓને હેપ્તાથાલનમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
ગોળા ફેંકમાં તેજેન્દરપાલ સિંહ તૂરે એશિયન રેકોર્ડ સાથે ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. શૂટિંગમાં ભારતને ઘણી બધી આશાઓ હતી. ભારતીય શૂટરોએ નિરાશ ના કર્યા અને બે ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે કુલ નવ મેડલ પર કબ્જો કર્યો.
કુશ્તીમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ખેલાડી માત્ર બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જ જીતી શક્યા. તે ઉપરાંત બ્રિઝ, નૌકાયાન અને ટેનિસની વિભિન્ન સ્પર્ધાોમાં ભારતને એક સ્વર્ણ અને બે કાસ્ય સાથે કુલ ત્રણ-ત્રણ મેડલ મેળવ્યા. ભારતીય બોક્સરોએ આશા પ્રમાણે નિરાશ કર્યા અને એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જ જીતાવી શક્યા. 14માં દિવસે બોક્સર અમિત પંઘલે ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ અપાવ્યો.
ભારતને તીરંદાજી અને ઘોડેસવારીમાં બે-બે મેડલ મળ્યા. સ્ક્વોશની વિભિન્ન સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓનું નશીબ સારૂ રહ્યું નહી અને તેમને એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. સેલિંગમાં ભારતીય ખેલાડીઓએ અપ્રત્યાશિત પ્રદર્શન કરતાં એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા. બેડમિન્ટન, હોકી, કબડ્ડી અને કુરશમાં ભારત આશા પ્રમાણે શાનદાર પ્રદર્શન કરી શક્યું નહી અને એક સિલ્વર, એક બ્રોન્ઝ સાથે બે-બે મેડલ મેળવ્યા.
વુશૂમાં ભારતીય ખેલાડીઓએ દમદાર ખેલ બતાવતા ચાર બ્રોન્ઝ મેળવ્યા. ટેબલ ટેનિસની વિભિન્ન સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓએ સંતોષજનક પ્રદર્શન કરતાં બે કાસ્ય પદક મેળવ્યા.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર