Home /News /sport /વર્લ્ડકપને લઇ BCCI ની મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય... માત્ર આટલા ખેલાડીઓને જ મળશે તક
વર્લ્ડકપને લઇ BCCI ની મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય... માત્ર આટલા ખેલાડીઓને જ મળશે તક
BCCIની રિવ્યૂ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. (AFP)
બીસીસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી પુરૂષ ટીમ અને વર્લ્ડ કપ 2023ની ભાવિ યોજનાને ધ્યાનમાં રાખીને તમામ IPL ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે. આઇપીએલ 2023માં રમનારા મુખ્ય ક્રિકેટરો પર નજર રાખવામાં આવશે.
નવી દિલ્હીઃ આ વર્ષે યોજાનાર વન-ડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને BCCIએ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સેક્રેટરી જય શાહે 50 ઓવરના વર્લ્ડ કપને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે. બીસીસીઆઇ વન-ડે ફોર્મેટમાં 20 ખેલાડીઓનો પૂલ તૈયાર કરવા જઈ રહ્યું છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ 20 ખેલાડીઓને ટીમમાં રાખવામાં આવશે. ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શનને લઈને આજે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ જય શાહે આ માહિતી આપી હતી.
બીસીસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી પુરૂષ ટીમ અને વર્લ્ડ કપ 2023ની ભાવિ યોજનાને ધ્યાનમાં રાખીને તમામ IPL ફ્રેન્ચાઈઝી સાથે કામ કરશે. આઇપીએલ 2023માં રમનારા મુખ્ય ક્રિકેટરો પર નજર રાખવામાં આવશે. ઉભરતા ક્રિકેટરોએ સ્થાનિક ક્રિકેટમાં પણ રમવાનું રહેશે તો જ તેમને રાષ્ટ્રીય ટીમમાં તક આપવામાં આવશે.
કહેવામાં આવ્યું હતું કે યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટ પાસ કરનારા ક્રિકેટરોને જ વધુ તક આપવામાં આવશે. તેમને બીસીસીઆઈના વાર્ષિક કરારમાં સામેલ કરવામાં આવશે. BCCI પ્રમુખ રોજર બિન્ની ઉપરાંત મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને NCA પ્રમુખ VVS લક્ષ્મણ પણ આ બેઠકનો ભાગ છે.
ભારતીય ટીમે સેમિફાઇનલ સુધી ટકી રહીને ટી-20 વર્લ્ડ કપ 2022નો અંત કર્યો હતો. રોહિત એન્ડ કંપની ભારતનો વર્લ્ડ કપ દુષ્કાળ ખતમ કરી દેશે તેવી અપેક્ષા હતી પરંતુ તેમ થઈ શક્યું નહીં. વર્લ્ડ કપ બાદ ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે છેલ્લા બે મહિનાથી ટી-20 વર્લ્ડ કપને લઈને સમીક્ષા બેઠક થઈ શકી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર