ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસનો OnePlus5 અને OnePlus 5T ફોન બાદ ટૂંકમાં જ વનપ્લસ 6 લોન્ચ થવાનો છે. પ્રથમ વખત આ સ્માર્ટફોનની તસવીર લીક થઈ છે. લીક તસવીરમાં OnePlus 6ની ડિઝાઈન આઈફોન એક્સ જેની નજરે પડી રહી છે. આ સ્માર્ટફોનમાં એજ-ટૂ-એજ ડિસ્પલે નજરે પડી રહી છે. લીક ઈમેજમાં ફોનના બેકમાં વર્ટિકલ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ ફ્લેગશિપ સ્માર્ટફોનની તસવીરને એખ ચાઈનીઝ બ્લોગે લીક કર્યો છે. બ્લોગમાં વનપ્લસ 6 સ્માર્ટફોનની તસવીરો નાંખવામાં આવી છે.
વનપ્લસ 6નો ફસ્ટ લૂક બતાવવામાં આવી રહ્યો છે. આ લીક તસવીરોથી ખબર પડી રહી છે કે, વનપ્લસ 6માં ગ્લાસ બોડી ડિઝાઈન અને બેજલ લેસ ડિસ્પલે હશે. તે ઉપરાંત આ ફોનમાં આઈફોન એક્સની જેમ NOTCH પણ હશે. વનપ્લસ 6માં ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યો છે.
વનપ્લસ 6 સ્માર્ટફોન 6 જીબી રેમ અને 64 જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ સાથે આવશે. આમાં લેટેસ્ટ એન્ડ્રોયડ 8.1 ઓરિયો અપડેટ મળશે. જોકે, આ લીક રિપોર્ટ વિશે કંપનીએ સત્તાવાર રીતે કોઈ જ જાહેરાત કરી નથી.
માનવામાં આવી રહ્યું છે કે, વનપ્લસ 6 સ્માર્ટફોમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 Soc પ્રોસેસર હશે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર