નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાઈ રહી છે. આ મેચમાં પહેલા ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી, ત્યારબાદ બોલરોએ આવતાની સાથે જ વીકેટો લેવાની ચાલુ કરી હતી. જેની શરૂઆત સ્પીડ સ્ટાર મોહમ્મદ સિરાજે કરી હતી. તેણે પહેલા બોલથી જ બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સિરાજની આક્રમક બોલિંગ સામે યજમાન ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનો સરી પડ્યા હતા.
મોહમ્મદ સિરાજે આજે ત્રણ બેટ્સમેનોને પોતાના બેસ્ટ બોલનો શિકાર બનાવ્યા હતા. પરંતુ કોણ જાણે છે કે આ બોલર 4 વર્ષ પહેલા પોતાની જ બોલિંગથી પરેશાન હતો. જેમાં બીજા દિવસના અંત પછી સ્પીડ સ્ટાર દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો. આ મેચમાં સિરાજે પ્રથમ ઓપનરોને વોક કરાવ્યા હતા. જે બાદ ગરમી વચ્ચે લિટન દાસને પણ પેવેલિયનનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. જોકે બાદમાં કુલદીપ યાદવની ખતરનાક સ્પિને યજમાન ટીમના ચાર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા હતા. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે બેટિંગ કરતા 133 રન બનાવ્યા હતા. બીજા દિવસની સમાપ્તિ બાદ સિરાજે પોતાની બોલિંગને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે.
ટીમ ઇન્ડિયાના સ્પીડસ્ટારે કહ્યું, '2018માં મારા બોલ અંદર આવવાનું બંધ થઈ ગયું હતું. મેં વધુ આઉટ-સ્વિંગર બોલિંગ કરવાનું શરૂ કર્યું. હું ચિંતિત હતો કે મારા બોલ અંદર કેમ નથી આવી રહ્યા. ત્યારબાદ મેં નવો પ્રયાસ કર્યો. કારણ કે બેટ્સમેનો માટે આઉટ સ્વિંગ બોલનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે. વોબલ સીમ એક પ્રકારનું ઓફ-કટર છે, અને મને તેમાં સફળતા મળી છે.
'મારું ધ્યાન એક જ જગ્યાએ બોલિંગ કરવાનું હતું'
સિરાજે આ મેચ વિશે કહ્યું, 'મારું ધ્યાન એક જગ્યાએ બોલિંગ પર હતું. મને લાગે છે કે તમે જેટલા સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલ નાખો છો, તેટલું જ સારું રહેશે. ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ શોધવા માટે ફાસ્ટ બોલરે વિકેટની લાઇનમાં બોલિંગ કરવી પડે છે. આમ કરવાથી ક્યારેક બોલ ત્યાંથી નીચે રહી જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર