નવી દિલ્હી : ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના (Ravindra Jadeja)મસ્તીવાળા અંદાજથી દરેક પરીચિત છે. મેદાનની અંદર અને મેદાનની બહાર હંમેશા તે મસ્તીના મૂડમાં જોવા મળે છે. જોકે એક વખતે તેની આ મસ્તી ભારતીય બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને અજિંક્ય રહાણેને મોત દેખાડી દીધું હતું. રોહિત શર્માએ આ વાતનો ખુલાસો કર્યો છે. વીયૂ ઇન્ડિયા યુટ્યૂબ ચેનલ પર રોહિત અને રહાણેના જૂના ઇન્ટરવ્યૂમાં જાડેજાનો આ કિસ્સો સામે આવ્યો છે.
આ ઇન્ટરવ્યૂમાં રહાણે અને રોહિતે દક્ષિણ આફ્રિકામાં પરિવાર સાથે જંગલ સફારીને યાદ કરી હતી. રહાણેએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સફારી પર તે અને રોહિત પોતાની પત્ની સાથે હતા અને જાડેજા પણ હતો. રહાણેએ પહેલા કહ્યું હતું કે તે ચિત્તા વોકિંગ કરવા ગયા હતા. તેમને લાગ્યું હતું કે બે ત્રણ ચિત્તા હશે અને તે બધા આ ચિત્તાની પાછળ ચાલશે. જોકે જંગલ પહોંચ્યા ત્યારે નજારો અલગ જ હતો. તેમણે લગભગ 20થી 25 મીટરની દૂરી પર બે ચિત્તાએ શિકાર કર્યા હતા અને તે તેને ખાવામાં વ્યસ્ત હતા.
તે સમયે રોહિતે કહ્યું કે જાડેજાની સાથે ક્યાંય જવું જોઈએ નહીં. તે ઘણો ક્રેઝી છે. રોહિતે કહ્યું કે જ્યારે ચિત્તો ખાઇ રહ્યો હોય ત્યારે તેને પરેશાન કરવો જોઈએ નહીં પણ જાડેજાએ ત્યાં અજીબ શોર મચાવવાનું શરૂ કર્યું અને તે તેને બોલાવવા લાગ્યો હતો. રોહિતે કહ્યું કે આ કારણે ચિત્તા તેમની તરફ ફરી ગયા હતા અને જોવા લાગ્યા હતા. રોહિતે કહ્યું કે તેણે જાડેજાને ના પાડતા કહ્યું કે ભાઈ આ શું કરી રહ્યો છે આપણે લોકો જંગલમાં છીએ અને તેમને ખબર પડશે તો આપણને બે મિનિટમાં ઉઠાવીને લઈ જશે. રોહિતે કહ્યું કે તે સમયે ફક્ત તે જ જાણતા હતા કે તેમની કેવી સ્થિતિ હતી. તેણે ગુસ્સામાં જાડેજા તરફ જોયું અને લાગ્યું કે તેની પિટાઇ કરી દઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર