On This Day: આજના જ દિવસે કપિલ દેવના મહારથીઓએ રચ્યો હતો ઇતિહાસ

કપિલ દેવ.

શ્રીકાંત અને અમરનાથ સિવાય સંદીપ પાટિલ 20 રનનો આંકડો પાર કરનાર એકમાત્ર ખેલાડી હતા. તેમણે 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ મેચમાં શ્રીકાંત બાદ તેઓ બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.

  • Share this:
નવી દિલ્હી: આજથી 38 વર્ષ પહેલાં ક્રિકેટ જગતમાં ટીમ ઇન્ડિયા (Team India)એ ઇતિહાસ સર્જી દીધો હતો. કોઈએ કલ્પના પણ ન કરી હોય તે રીતે ભારતીય ક્રિકેટ ટીમ તે સમયે વર્લ્ડ કપ (World cup) જીતી લાવી હતી. 1983ના વિશ્વકપની ફાઇનલમાં બાહુબલી ગણાતી વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ની ટીમને કપિલ દેવ (Kapil Dev)ની આગેવાની વાળી ભારતીય ટીમે પછાડી હતી. લૉર્ડઝમાં રચાયેલા આ ઇતિહાસે ભારતીય ક્રિકેટ ટીમની દશા અને દિશા બદલી નાખી હતી. દેશમાં ક્રિકેટ પ્રત્યે લોકોનો ક્રેઝ વધતો હતો. આવી સ્થિતિમાં એશિયાની ટીમ પણ વર્લ્ડ ટાઇટલ જીતવા માટે સક્ષમ છે તેવું વિશ્વ માની ચૂક્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી ટીમ આ વર્લ્ડ કપ જીતવા ફેવરિટ ગણાતી હતી. પરંતુ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી ભારતે તમામ પાસા ઊંધા વાળી દીધા હતા.

આ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ સામે બે-બે મેચમાં અથડાયું હતું. બંને બાહુબલી સામે એક જીત અને એક હાર થઈ હતી. જોકે, સૌથી યાદગાર પળ અને મહત્વનો વળાંક ક્વોર્ટર ફાઇનલની મેચ હતી. તે સમયે ટીન ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 31 રને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ફાઇનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે જબરજસ્ત ફેવરિટ હતું.

આ પણ વાંચો: અમદાવાદ: પાયલ રોહતગી સામે જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ દાખલ

ભારતીય ટીમ પહેલા બેટિંગમાં ઉતરી હતી. ભારતની શરૂઆત સારી નહોતી રહી. સ્ટાર ઓપનર સુનિલ ગાવસ્કર માત્ર બે રનમાં આઉટ થઈ ગયા હતા. તે પછી શ્રીકાંતે (57 બોલમાં 38 રન) અને મોહિન્દર અમરનાથે (80 બોલમાં 26 રન) ભારતની ઇનિંગ્સ સંભાળી હતી. જોકે, બંનેના આઉટ થવાથી બેટિંગનું પતન થયું હતું. ટીમ ઇન્ડિયા 54.4 ઓવરમાં 183 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

શ્રીકાંત અને અમરનાથ સિવાય સંદીપ પાટિલ 20 રનનો આંકડો પાર કરનાર એકમાત્ર ખેલાડી હતા. તેમણે 29 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ મેચમાં શ્રીકાંત બાદ તેઓ બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.

આ પણ વાંચો: સુરતમાં વધુ એક માસૂમ પર દુષ્કર્મચી ચકચાર: સાડા ચાર વર્ષની બાળકી બેભાન હાલતમાં મળી આવી

1983 રન વેસ્ટ ઇન્ડિઝ માટે અશક્ય નહતા. વેસ્ટ ઇન્ડિઝ મજબૂત ટીમ હતી. આ ટીમ ક્રિકેટમાં બે વખત વિશ્વ વિજેતા રહી ચુકી હતી. વિન્ડીઝની ટીમમાં ડેસમન્ડ હેન્સ, વિવિયન રિચાર્ડ્સ અને ક્લાઇવ લોઇડ જેવા ધૂરંધર ખેલાડીઓ હતા. જોકે, ભારતે જાદુ કરી બતાવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમને 52 ઓવરમાં 142 રને તંબુ ભેગી કરી દીધી હતી. 43 રને ભારતીય ટીમે વિજય મેળવ્યો હતો.

ભારત તરફથી મોહિન્દર અમરનાથ અને મદન લાલે ત્રણ - ત્રણ વિકેટ ઝડપી હતી. બલવિંદર સંધુએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે કપિલ અને રોજર બિન્નીએ એક-એક વિકેટ ઝડપી હતી. આ વિજય બાદ ભારતીય ટીમમાં ક્રાંતિ આવી હતી.
First published: