On This Day in 2018: વન ડેમાં બન્યો હતો 500 રન જેટલો સ્કોર, ઇંગ્લેન્ડે 21 છક્કા અને 41 ચોક્કાથી ઓસ્ટ્રેલિયાને કચડેલું

2016માં પાકિસ્તાન સામે 444/3 રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ટીમે કર્યો હતો. તે સમયે ઇંગ્લેન્ડની ટીમે 21 છક્કા અને 41 ચોક્કા લગાવ્યા હતા.

2016માં પાકિસ્તાન સામે 444/3 રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ટીમે કર્યો હતો. તે સમયે ઇંગ્લેન્ડની ટીમે 21 છક્કા અને 41 ચોક્કા લગાવ્યા હતા.

  • Share this:
વનડે મેચમાં 500 રન બનાવવા ખૂબ મુશ્કેલ છે.  જોકે, 2018ના જૂન મહિનામાં આવું બે વખત બન્યું હતું. તે વખતે મહિલા અને પુરુષોની વનડેમાં સૌથી વધુ રનના રેકર્ડ 11 દિવસમાં જ તૂટી ગયા હતો. પહેલા 2018ની 8મી જુનના રોજ ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે વન ડે આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં સૌથી વધુ 490/4 રન બનાવ્યા હતા. ડબલિન ખાતે આયર્લેન્ડ સામેની મેચમાં આ તોતિંગ સ્કોર ખડકયો હતો. ત્યારબાદ 19 જુનના રોજ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમે વનડેમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી મેચમાં 481/6 રનનો મસમોટો સ્કોર બનાવ્યો હતો.


નોંધનીય છે કે, અગાઉ આ જ સ્થાને 2016માં પાકિસ્તાન સામે 444/3 રનનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ટીમે કર્યો હતો. તે સમયે ઇંગ્લેન્ડની ટીમે 21 છક્કા અને 41 ચોક્કા લગાવ્યા હતા. વનડે મેચના ઇતિહાસમાં 450 રન કરનાર તે પ્રથમ ટીમ હતી.




ઓસ્ટ્રેલિયા સામે જેસન રોય (82) અને જોની બેરસ્ટો (139) વચ્ચેની 159 રનની ભાગીદારીથી ઇંગ્લેન્ડની ટીમને મજબૂત શરૂઆત મળી હતી. રોયના ગયા પછી એલેક્સ હેલ્સે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે સટાસટી બોલાવી હતી. જેથી ઓસ્ટ્રેલિયાની પુનરાગમનની આશા પર પાણી ફરી વળ્યું હતું.




એલેક્સ હેલ્સે 16 ચોક્કા અને 5 છક્કાની મદદથી 92 બોલમાં 147 રન ફટકાર્યા હતા. 15 ઓવરથી પણ ટૂંકી બીજી વિકેટની ભાગીદારીમાં હેલ્સ અને બેરસ્ટોએ 151 રન કર્યા હતા. ત્યારબાદ ઈઓન મોર્ગને પણ ક્રિઝ પર આવી તોફાની બેટિંગ કરી હતી. તેણે 30 બોલમાં 67 રન કર્યા હતા. આ સાથે સાઉથપાવે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે ઇંગ્લેન્ડના ક્રિકેટર તરફથી ફટકારાયેલી સૌથી ઝડપી અર્ધ સદી હતી.





આ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 21 ગગનચુંબી છક્કા અને 41 ચોક્કાથી ઓસ્ટ્રેલિયન ટીમને કચડી નાખી હતી. એસ્ટોન અગર 10 ઓવરમાં 70 રન આપવા છતાં સૌથી ઓછો ધોવાયેલો બોલર હતો. આ મેચ એકતરફી થઈ ગયો હતો. બોલિંગમાં પણ ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે પડી હતી. 27 ઓવરમાં 239 રનમાં ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરી નાખી હતી. મોઈન અલી અને આદિલ રાશિદે સાત વિકેટ ઝડપી હતી.

First published: