Home /News /sport /VIDEO: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20માં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું

VIDEO: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20માં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ભારત 15 વર્ષ પહેલા આજના દિવસે જ T20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.

on this day in 2007 t20 world cup : 24 સપ્ટેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ છે. આજથી બરાબર 15 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો હતો. ત્યારે યુવા ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ICC T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે વિના આ સિદ્ધિ મેળવી હતી.

વધુ જુઓ ...
    On This Day in 2007: ભારતે 2007 માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

    હાઇલાઇટ્સ

    પ્રથમ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 રને હરાવ્યું

    ભારતીય ટીમે ફાઈનલ પહેલા લીગ મેચોમાં પાકિસ્તાનને બોલ આઉટથી હરાવ્યું હતું

    ભારતીય ટીમ 2007 T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે માત્ર એક મેચ હારી હતી.

    નવી દિલ્હી:  24 સપ્ટેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ છે. આજથી બરાબર 15 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો હતો. ત્યારે યુવા ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને પ્રથમ વખત ICC T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ટીમે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને અનિલ કુંબલે વિના આ સિદ્ધિ મેળવી હતી.

    વર્ષ 2007માં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ODI વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં ભારતીય ટીમને બાંગ્લાદેશ સામે હાર મળી હતી. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ યુવા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં આપી હતી. રાંચીના રાજકુમાર એટલે કે ધોનીએ પણ બોર્ડને નિરાશ કર્યા નથી. ત્યારે ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં ખિતાબની દાવેદાર માનવામાં આવતી ન હતી. પરંતુ ટીમ ઈન્ડિયાએ પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા અને ચમકતી ટ્રોફી જીતી લીધી હતી.



    ગૌતમ ગંભીરે 75 રન બનાવ્યા હતા

    ભારતીય ટીમે ફાઈનલ સુધીના પ્રવાસમાં યજમાન દક્ષિણ આફ્રિકા સહિત વનડે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પણ હરાવ્યું હતું. ટાઇટલ મેચમાં ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા. ભારત તરફથી ગૌતમ ગંભીરે 75 રન બનાવ્યા હતા.

    મિસ્બાહ-ઉલ-હકે જોગીન્દર શર્માના બોલ પર ચકમો ખાઇ ગયો

    158 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે પ્રથમ ઓવરમાં જ મોહમ્મદ હાફીઝની વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે પાકિસ્તાને 104 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ 4 ઓવર બાકી હતી. જોકે મિસ્બાહ-ઉલ-હક એક છેડે ઊભો હતો. પાકિસ્તાનની જીતની આશા મિસ્બાહ પર ટકી હતી. મિસ્બાહે 17મી ઓવરમાં હરભજન સિંહની બોલ પર ત્રણ સિક્સર ફટકારી હતી.

    આ પછી સોહેલ તનવીરે પણ બીજા છેડેથી એસ શ્રીસંતના બોલ પર બે સિક્સર ફટકારી હતી. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી જ્યારે તેની 9 વિકેટ પડી ગઈ હતી. ધોનીએ છેલ્લી ઓવરમાં બોલ જોગીન્દર શર્માને આપ્યો હતો. મિડ-પેસર જોગિન્દરને મિસ્બાહે ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. હવે પાકિસ્તાનને 4 બોલમાં 6 રનની જરૂર હતી. જોગિન્દરે આગળનો બોલ ફેંક્યો જેના પર મિસ્બાહે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેમાં સફળ ન થઈ શક્યો. મિસ્બાહનો આ કેચ શ્રીસંતે બાઉન્ડ્રી પાસે પકડ્યો હતો અને ભારતીય ટીમ પાકિસ્તાનને 5 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India National Cricket team

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन