પ્રથમ વર્લ્ડકપ જીત્યા પછી કપિલ દેવે વેસ્ટ ઈન્ડિઝ પાસેથી ઉધાર દારૂ લઈને કરી ઉજવણી

ફોટો આભાર- ટ્વિટર

 • Share this:
  1982માં એશિયન ગેમ્સ થઈ અને તે વર્ષે જ ભારતમાં રંગીન ટીવી સેટ્સ આવ્યા હતા. એક વર્ષ પછી જ એટલે 1983માં દેશે કપિલ દેવને લોર્ડ્સમાં વર્લ્ડકપ ટ્રોફી સાથે દેખવાનો લહાવો લીધો. તારીખ-25 જૂન, તે ઘટના ઘટી હતી, જેને ભારતીય ક્રિકેટને બે ભાગમાં વહેચીને મૂકી દીધી હતી. વર્લ્ડ કપ જીતના પહેલા અને બીજા વર્લ્ડ કપ જીત્યા પછી. આનાથી પહેલા 2 વર્લ્ડકપ્સમાં ઈન્ડિયાએ માત્ર એક મેચ જ જીતી હતી. ક્રિકેટની દુનિયા સુનિલ ગાવસ્કરને 60 ઓવરની મેચમાં ઓપનિંગ કરતા અણનમ 36 રન બનાવતા પણ જોઈ ચૂકી હતી.

  25 જૂને થયેલ ફાઈનલમા ટીમ ઈન્ડિયા સામે હતી વેસ્ટ ઈન્ડિઝની ટીમ, જીવલેણ ફાસ્ટ બોલર્સથી ભરેલી ટીમની કેપ્ટનસી કરી રહ્યાં હતા દુનિયાના મહાન બોલર વિવ રિચર્ડ્સ. વિવ રમતને એકલા હાથે બદલી નાંખવાની ક્ષમતા રાખતા હતા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલા બંને વર્લ્ડકપ જીતી ચૂકી હતી. તેમની હાર વિશે કોઈપણ વિચારી પણ શકતું નહતું. પોતે કટ્ટર ભારતીય સ્પોર્ટ્સ ફેન્સ પણ નહી. આ મેચ સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ કિસ્સાઓ છે. પરંતુ સૌથી રસપ્રદ કિસ્સો જીત પછી ડ્રેસિંગ રૂમમાં મનાવવામાં આવેલ જશ્નનો છે. આ વર્લ્ડકપ સાથે જોડાયેલ કપિલ દેવની આ ફેવરેટ સ્ટોરી છે.

  કપિલ મેચ અને વર્લ્ડ કપ જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝના ડ્રેસિંગ રૂમમાં બધા ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે પહોંચ્યો. તે રૂમમાં સન્નાટો પ્રસરાયેલો હતો. તેમને હજું પણ માનવામાં આવી રહ્યું નહતું કે, તેઓ વર્લ્ડકપ હારી ચૂક્યાં છે. કપિલ જણાવે છે કે, તેમને ત્યાં શૈમ્પેનની બોટલો નજરે પડી રહી હતી. અસલમાં ભારતે માત્ર 183 રન જ બનાવ્યા હતા. ભારતની ઈનિંગ્સ બ્રેક દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ મેનેજમેન્ટે ઘણી બધી શૈમ્પેન મંગાવી લીધી હતી. હવે તે તેમના કશું જ કામની નહતી. કપિલ દેવે લોયડને પૂછ્યું, "શું હું તમારા રૂમમાંથી કટેલીક શૈમ્પેઈનની બોટલો લઈ જઈ શકું? અમે એકપણ મંગાવી નથી." ક્લાઈવે કપિલને માત્ર એક ઈશારો કર્યો અને એક બાજું જઈને બેસી ગયા. કપિલ અને મોહિન્દર અમરનાથે બોટલો ઉઠાવી અને ટીમ ઈન્ડિયાએ આખી રાત જશ્ન મનાવ્યો.  ટીમ ઈન્ડિયા લોર્ડ્સની નજીક વેસ્ટ મોરલેન્ડ હોટલમાં રોકાઈ હતી. કપિલ દેવની પત્ની રોમીએ જણાવ્યું કે, હોટલ અને તેમની આસપાસનો વિસ્તાર મીનિ ઈન્ડિયા બની ગયું હતું. ત્યાં આખી રાત ભાંગડો થયો અને લાડવાઓ વેચાયા હતા.

  કપિલની પત્ની મેચ શરૂ થયાના પહેલાથી જ સ્ટેન્ડમાં જઈને બેસી ગયા હતા. તેમને ફાઈનલ મેચ જોવી હતી. જોકે, ઈન્ડિયાનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેમની સાથે પૂર્વ ટેસ્ટ પ્લેયર યઝુર્વેન્દ્ર સિંહ પણ બેઠા હતા. આ તે જ યઝુર્વેન્દ્ર હતા, જેમના નામે એક ટેસ્ટમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ હતો. તેમને પોતાની પહેલી મેચમાં જ 07 કેચ પકડ્યા હતા. યઝૂર્વેન્દ્ર ઈન્ડિયાની બેટિંગ પછી લોર્ડ્સમાંથી ચાલ્યા હતા. તેમને કહ્યું કે, આ મેચ જોવાથી તો સારૂ કે તેઓ પોતાની પત્નીને શોપિંગ પર લઈ જાય. રોમી દેવ એટલે કપિલની પત્ની ત્યાં જ રોકાઈ ગયા, પરંતુ જેમ-જેમ વેસ્ટ ઈન્ડિઝના પ્લેયર્સ બાઉન્ડ્રી મારતા અને તેમની આજુ-બાજુ વેસ્ટ ઈન્ડિઝના ફેન્સ શોરબકોર કરી રહ્યાં હતા તો તેમને પણ ખોટું લાગ્યું અને તેઓ પણ પોતાની હોટલની રૂમમાં ચાલ્યા ગયા.

  આ ટૂર્નામેન્ટ વિશે ખેલાડીઓની વિચારસરણી પરથી તે વાત સામે આવે છે કે, કોઈને પણ લાગતું નહતું કે, ભારતીય ટીમ બીજા રાઉન્ડમાં પણ પહોંચશે. કેટલાક પ્લેયર્સ એવા હતા જેમને પોતાના પરિવાર સહિત અમેરિકા ફરવા માટે ટીકિટ બુક કરાવી લીધી હતી. કપિલ આ વિશે કહે છે કે, "અમે તો સેમી ફાઈનલ રમવા વિશે પણ વિચાર્યું નહતું અને તમે ફાઈનલની વાત કરી રહ્યાં છો. અમે તો અમારા પરિવાર સાથે રજાઓ માંણવાનો પ્લાન બનાવી લીધો હતો. પરંતુ અમે પહેલા રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી દીધું તો અમને લાગ્યું કે, અમે કંઈક કરી શકીએ છીએ."
  Published by:Mujahid Tunvar
  First published: