આજના દિવસે જ શારજાહમાં સચિનને રમી હતી આ તોફાની યાદગાર પારી

આજના દિવસે જ શારજાહમાં સચિનને રમી હતી તોફાની પારી

આજેથી લગભગ 21 વર્ષ પહેલાં શારજાહમાં સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તોફાની પારી રમી હતી

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સન્યાસ લઇ લીધું છે, પરંતુ તેની ઘણી પારીઓ દર્શકોને આજે પણ યાદ છે. આજથી લગભગ 21 વર્ષ પહેલાં શારજાહમાં સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તોફાની પારી રમી હતી. વર્ષ 1998માં શારજાહમાં થયેલ કોકા કોલા કપમાં સચિને બેક ટુ બેક બે તોફાની પારી રમી લોકોને દીવાના કરી દીધા હતા.

  શારજાહમાં તોફાની પારી

  1998માં શારજાહમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે કોકા કોલા કપ રમાયું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતને ફાઇનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી લીગ મેચમાં જીત મેળવવી જરૂરી હતી. 22 એપ્રિલ, 1998ના રોજ રમાયેલ છેલ્લી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ માઇકલ બેવનની સદી (101)ના સહારે ભારતીય ટીમ સામે 285 રનનો પડકાર મૂક્યો હતો. જ્યારે ન્યૂઝિલેન્ડને રન રેટના આધારે પાછળ છોડી ફાઇનલમાં પહોંચવા માટે ભારતને 46 ઓવરમાં 276 રન કરવાના હતા.

  આ પરિસ્થિતિમાં સચિને 131 બોલમાં 143 રનની તોફાની પારી રમી હતી. સચિનની પારીમાં 9 ફોર અને 5 સિક્સ સામેલ હતી. જોકે, આ પારી બાદ પણ ભારત મેચ હારી ગયું હતું, પરંતુ સારા નેટ રન રેટના આધારે ફાઇનલમાં જગ્યા મળી હતી.

  આ પણ વાંચો: સાનિયા મિર્ઝાની બહેનને ડેટ કરી રહ્યો છે અઝહરનો દીકરો, IPLમાં જોવા મળ્યાં સાથે

  બેક ટુ બેક બે સદી

  આ પછી 24 એપ્રિલ, 1998ના રોજ કોકા કોલા કપની ફાઇનલ રમાઇ હતી. પોતાના 25માં જન્મદિવસ પર સચિને 131 બોલમાં 12 ફોર અને 3 સિક્સની મદદથી 134 રન કર્યા હતા. જેની મદદથી ભારતે 273 રનનો લક્ષ્યાંક 48.3 ઓવરમાં હાંસલ કર્યો હતો.

  આ વનડે સીરિઝમાં બે સદીના સહારે સચિને 435 રન (પાંચ મેચ) કર્યા હતા અને મેન ઓફ ધ સીરિઝ તરીકે પસંદગી થઇ હતી. સચિનની આ બે તોફાનીને પારી ડેઝર્ટ સ્ટ્રોર્મ પણ કહેવાય છે.
  Published by:Azhar Patangwala
  First published: