ભારત-પાકની તે મેચ જ્યારે મેદાન પર ઓડીમાં ફરી હતી આખી ભારતીય ટીમ

News18 Gujarati
Updated: March 10, 2018, 5:24 PM IST
ભારત-પાકની તે મેચ જ્યારે મેદાન પર ઓડીમાં ફરી હતી આખી ભારતીય ટીમ

  • Share this:
ભારતે જ્યારે 1983માં વર્લ્ડ કપ પોતાના નામે કર્યું ત્યારે ઘણા લોકોને એવું લાગતું હતું કે, ભારતની જીત માત્ર એક તુક્કો છે. તેના બે વર્ષ બાદ આજના જ દિવસે એટલે 10 માર્ચ 1985ના રોજ ભારતે વર્લ્ડ ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટ જીતીને એકવાપ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી.

બેંસન એન્ડ હેજેસ વર્લ્ડ ચેમ્પિયનશીપ 17 ફેબ્રુઆરી 1985થી લઈને 10 માર્ચ 1985 સુધી ઓસ્ટ્રેલિયામાં રમાઈ. આની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. ભારતે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ઈંગ્લેન્ડને માત આપી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા, સેમીફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું અને પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને માત આપી. આ રીતે ફાઈનલમાં ભારત-પાકિસ્તાન સામ-સામે આવ્યા.

કપિલ દેવે બગાડ્યો હતો પાકિસ્તાનનો દાવ

પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમનો આ નિર્ણય તેમને ભારી પડી ગયો હતો. કપિલ દેવે પાકિસ્તાનના ટોપ ઓર્ડરને વેરવિખેર કરી નાંખ્યો હતો. 33 રન પર પાકિસ્તાનની ચાર વિકેટ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ત્યાથી પાકિસ્તાન બધી જ કોશિશો છતાં વાપસી કરી શક્યું નહતું અને માત્ર 176 રન જ બનાવી શકી હતી.જવાબમાં 177 રનનો પીછો કરવા ઉતરેલ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત મળી હતી. પહેલી વિકેટ માટે રવિ શાસ્ત્રી (63) અને શ્રીકાંતે (103) 103 રનની પાર્ટનરશીપ કરી હતી. ટીમ ઈન્ડિયાની બીજી વિકેટ 142 રને પડી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાની એકપણ વિકેટ પડી નહતી. ભારતીય ટીમ 47.1 ઓવરમાં મેચ 2 વિકેટના નુકશાને ટાર્ગેટ મેળવીને વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ હતી. આમ ભારતે 1983 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતે આ ચેમ્પિયનશીપ જીતીને સાબિત કરી દીધું કે, તે જીત માત્ર તુક્કો નહતી.રવિ શાસ્ત્રીને મળેલી ઓડીમાં ફરી હતી ટીમ ઈન્ડિયા

રવિ શાસ્ત્રી મેન ઓફ ધ સિરીઝના દાવેદાર રહ્યાં હતા. એવોર્ડમાં મળેલી ઓડી કાર જે તે જમાનામાં સામાન્ય વાત નહતી. તે ટૂર્નામેન્ટમાં રવિ શાસ્ત્રીએ 12 મેતોમાં 45.50ની એવરેજથી 182 રન બનાવ્યા હતા. 20.75ની એવરેજથી 8 વિકેટ પોતાના નામે કરી હતી. જીત બાદ આખી ટીમ ઓડી ગાડીમાં બેસીને મેદાનનું ચક્કર લગાવ્યું હતું. આ તસવીર આજ પણ લોકોના મનમાં છે.આ સિરીઝથી પહેલા ગાવસ્કરે જાહેરાત કરી હતી કે તેઓ આગળ કેપ્ટનસી કરશે નહી. આ તે સમયની વાત છે, જ્યારે ગાવસ્કર અને કપિલ દેવ વચ્ચે સમાચાર આવી રહ્યાં હતા.

 
First published: March 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading