યુવરાજ અને કૈફે લોર્ડ્સમાં અપાવી હતી ઐતિહાસિક જીત, કેપ્ટન ગાંગુલીએ ઉતારી નાંખ્યું હતું ટી-શર્ટ

તસવીર: (Instagram/Kaif)

On this Day, 13 July: કૈફે અંત સુધી બેટિંગ કરીને 109 બોલમાં છ ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 87 રન ફટકાર્યા હતા.

  • Share this:
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 13 જુલાઇનો દિવસ ખૂબ ખાસ છે. આ જ દિવસે વર્ષ 2002માં ભારતે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં લોર્ડ્સ મેદાન પર ઇતિહાસ રચાયો હતો અને નેટવેસ્ટની ફાઇનલ મેચ જીતી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ શાનદાર રીતે રમ્યા હતા. સૌથી ખાસ વાત એ હતી કે ઇંગ્લેન્ડ તરફથી મળેલા 326 રનના લક્ષ્યને ભારતે સફળતાપૂર્વક પાર કરી કર્યું હતું.

લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઇંગ્લેન્ડના કેપ્ટન નાસિર હુસૈને ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર માર્ક્સ ટ્રેસકોથિક અને કેપ્ટન હુસૈને સદી ફટકારી હતી. બંનેએ બીજી વિકેટ માટે 185 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત આપી હતી. માર્કસે 100 બોલ પર 7 ચોક્કા અને 2 સિક્સ ફટકાર્યા હતા, જ્યારે હુસૈને 128 બોલમાં 10 ચોકા લગાવ્યા હતા. આ સિવાય એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે 32 બોલમાં 2 ચોક્કા અને 1 સિક્સ ફટકારી 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરોમાં ઝડપી બોલર ઝહીર ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે આશિષ નેહરા અને અનિલ કુંબલેએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે પત્ની રેશ્મા પટેલને પાઠવી નોટિસ

ભારત માટે 326 રનનો લક્ષ્ય મેળવવો ખૂબ મુશ્કેલ હતો. વિરેન્દ્ર સેહવાગ અને કેપ્ટન ગાંગુલીએ પ્રથમ વિકેટ માટે 106 રન કર્યા અને ભારત માટે આશાની કિરણ જાગી. જોકે, બંનેની વિકેટ 114 રન સુધીમાં પડી ગઇ. ત્યાર બાદ 146 રનના સ્કોર સુધી અડધી ટીમ પેવેલિયનમાં પરત ફરી ગઇ હતી. એવામાં દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ અને અંડર-19 વર્લ્ડ ચેમ્પિયન રહેલા કૈફે ટીમને સંભાળી અને છઠ્ઠી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. યુવરાજ 63 બોલ પર 9 ચોક્કા અને 1 સિક્સ સાથે 69 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો હતો.

આ પણ વાંચો: આજે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ કરશે જમાવટ, વીજળીના કડાકા-ભડાકા સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે 

કૈફે અંત સુધી બેટિંગ કરીને 109 બોલમાં છ ચોગ્ગા અને 2 સિક્સની મદદથી 87 રન ફટકાર્યા હતા. જેને લઈને કૈફને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અને ભારતે 8 વિકેટ ગુમાવીને 49.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.


આ પણ વાંચો: લાહોરમાં 29 વર્ષની મૉડલની હત્યાથી ચકચાર, નાયબ નદીમનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો


આ તે જ ફાઇનલ મેચ હતી, જ્યારે ગાંગુલીએ લોર્ડ્સ મેદાનમાં મેચ જીત્યાની ખુશીમાં પોતાની ટી-શર્ટ ઉતારીને હવામાં લહેરાવી હતી. ઇંગ્લેન્ડ માટે આ હાર કોઇ મોટા ઝટકાથી ઓછી ન હતી. જ્યારે ભારતીયોમાં જશ્નનો માહોલ હતો. ઇગ્લેન્ડના ફ્લિન્ટોફ, રોની ઇરાની અને એશ્લે જાઇલ્સે 2-2 વિકેટ પોતાના નામે કરી, જ્યારે પોલ કોલિંગવુડ અને એલેક્સને 1-1 વિકેટ મળી. પ્લેયર ઓફ ધ યર સીરીઝ માર્કસ રહ્યા, જેમણે 7 મેચોમાં એક સદી અને બે અડધી સદીની મદદથી કુલ 362 રન બનાવ્યા હતા.
First published: