કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના (New Covid Variant Omicron) કારણે સમગ્ર જગત પર નવા એક વેવનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વેરિયન્ટ બાદ આફ્રિકાના દક્ષિણ વિસ્તારમાં કોરોનાના કેસમાં 251 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, તો સાથે જ કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા દેશોમાં ડર છે. આ સ્થિતિમાં ઝીમ્બાબવેના હરારેમાં યોજાઈ રહેલ મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2022ની ક્વોલિફાયર ગઈકાલે રદ કરવામાં આવી હતી. ICC Called Off Woman World Cup Qualifier) જોકે, આ આજે આ ક્વોલિફાયર રમવા ગયેલી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની છ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવી છે (Sri Lankan Women Players Tested Covid Positive) ગઈકાલે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની સપોર્ટ સ્ટાફ પોઝિટિવ આવ્યા બાદ હાહાકાર મચી ગયો હતો.
જોકે, આ ખેલાડીઓ નવા વેરિયન્ટથી પોઝિટિવ છે કે નહીં તેની પુષ્ટી થઈ નથી પરંતુ આફ્રિકાના દેશ ઝિમ્બાબવેમાં પોઝિટિવ મળવાથી ચિંતા વધી છે. મહિલા ક્રિકેટ ટીમની ગઈકાલની મેચ પણ રદ કરવામાં આુવી હતી.
ક્રિકેટ શ્રીલંકાનું નિવેદન
આ અંગે ક્રિકેટ શ્રીલંકાએ નિવેદન આપ્યું છે કે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી વર્ષે ન્યૂઝીલેન્ડમાં મહિલા ક્રિકેટ ટીમોનો વર્લ્ડકપ યોજાવાનો છે. આ અંગે હરારે ઝિમ્બાબવેમાં ક્વોલિફાયર મેચો રમાઈ રહી હતી. આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છે જેના કારણે હવે ક્રિકેટના રેન્કિંગના આધારે ટીમને પ્રવેશ આપવામાં આવશે'
હરારેમાં મહિલા ક્રિકેટની ટીમો વચ્ચે આ ક્વોલિફાયરની જંગ રમાઈ રહી હતી. દરમિયાન ટ્રાવેલ પર પ્રતિબંધ તેમજ અગમચેતીના પગલાંઓ ભરાઈ રહ્યા હોવાના કારણે આઈસીસી દ્વારા આ સ્પર્ધા પડતી મૂકવામાં આવી છે. આ નિર્ણય નવ ટીમોની ટુર્નામેન્ટના પ્રારંભિક લીગ તબક્કા દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ન્યુઝીલેન્ડમાં રમાનારી વર્લ્ડ કપ 2022 માટેના અંતિમ ત્રણ ક્વોલિફાયર તેમજ ICCના આગામી રાઉન્ડ માટે બે વધારાની ટીમો નક્કી કરવા માટે હતો.
ઈઝરાયલ આગામી 14 દિવસ માટે વિદેશી યાત્રીઓ પર લગાવશે પ્રતિબંધ
AFP અનુસારા ઈઝરાયલે તમામ વિદેશી સીમાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બીબીસીના રિપોર્ટમાં સ્થાનિક મીડિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલમાં આગામી 14 દિવસ સુધી વિદેશી યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે. આશા રાખવામાં આવી રહી છે કે પ્રતિબંધો રવિવારે રાત્રીથી લાગુ કરવામાં આવી શકે છે. આ પહેલા અનેક દેશોએ સાઉથ આફ્રિકાથી આવી રહેલા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર