ઉમર અબ્દુલા પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યું - પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ

News18 Gujarati
Updated: April 2, 2019, 6:22 PM IST
ઉમર અબ્દુલા પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યું - પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ
ઉમર અબ્દુલા પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યું - પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ

ઉમર અબ્દુલાએ ગંભીર પર વળતો પ્રહાર કરતા કહ્યું - ફક્ત એ બાબતો ઉપર જ ફોક્સ કરવું જોઈએ જેમાં તે જાણે છે

  • Share this:
ભારતના પૂર્વ ક્રિકેટર અને થોડા દિવસો પહેલા બીજેપીમાં સામેલ થયેલા ગૌતમ ગંભીરે મંગળવારે નેશનલ કોન્ફ્રેસ(એનસી)ના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાને પરોક્ષ રીતે સલાહ આપી છે કે તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. ગંભીરે ઉમર અબ્દુલાના તે નિવેદન ઉપર ટિપ્પણી કરી જેમાં ઉમરે કહ્યું હતું કે તેમની પાર્ટી જમ્મુ કાશ્મીરની સ્વાયત્તતા બહાલ કરવાનો પ્રયત્ન કરશે અને ત્યાં ફરી એક વખત વજીર-એ-આઝમ (પ્રધાનમંત્રી) બની શકે છે.

ગંભીરે ટ્વિટ કર્યું હતું કે ઉમર અબ્દુલા જમ્મુ કાશ્મીર માટે એક અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું મહાસાગર પર ચાલવા માંગું છું. ઉમર અબ્દુલા જમ્મુ કાશ્મીર માટે અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું ઇચ્છું છું કે સુઉર ઉડવા લાગે. ઉમરને થોડી ઉંઘ અને એક કડક કોફીની જરુર છે અને તે ફરી પણ ન સમજી શકે તો તેમને પાકિસ્તાની પાસપોર્ટની જરુર છે.

ઉમર અબ્દુલાએ ગંભીર પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ગૌતમ હું ક્યારેય વધારે ક્રિકેટ રમ્યો નથી કારણ કે મને ખબર હતી કે હું આ મામલામાં વધારે સારો નથી. તમે જમ્મુ કાશ્મીર, તેના ઇતિહાસ કે ઇતિહાસને આકાર આપવામાં નેશનલ કોન્ફ્રેસની ભૂમિકા વિશે વધારે જાણતા નથી..આમ છતા પોતાની અજ્ઞાનતા બધાને બતાવી રહ્યા છો. ઉમરે કહ્યું હતું કે ગંભીરે ફક્ત એ બાબતો ઉપર જ ફોક્સ કરવું જોઈએ જેમાં તે જાણે છે. તે આઇપીએલ વિશે ટ્વિટ કરે.

આ પછી ગંભીરે ટ્વિટ કરતા કહ્યું હતું કે તમારી ક્રિકેટની અકુશલતા ઉપર ધ્યાન આપતો નથી પણ કાશ્મીરી અને અમારા દેશની સેવા વધારે શાનદાર હોત જો તમે સ્વાર્થરહિત શાસન વિશે એક કે બે બાબતો જાણતા હોત. આમ તો ઇતિહાસ અટલ છે પણ વિચારધારા વ્યક્તિપરક. તમે તમારા ચશ્મા સાફ કરી લો.
First published: April 2, 2019, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading