Home /News /sport /Tokyo 2020: મીરાબાઈ ચાનૂએ કહ્યું, 5 વર્ષમાં માત્ર 5 દિવસ જ માતા પાસે રહી, રિયોની અસફળતાએ અપાવ્યું મેડલ
Tokyo 2020: મીરાબાઈ ચાનૂએ કહ્યું, 5 વર્ષમાં માત્ર 5 દિવસ જ માતા પાસે રહી, રિયોની અસફળતાએ અપાવ્યું મેડલ
તસવીર- એપી
મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu wins Silver Medal)એ ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતને પ્રથમ મેડલ જીતાડ્યું છે. વેટલિફ્ટર ચાનૂએ 49 કિલોના વર્ગમાં સિલ્વર મેડલ જીતી છે. પોતાની જીત બાદ ચાનૂએ છોતકીઓને ભણતરની સાથે રમતમાં રણ આગળ વધવાની અપીલ કરી.
નવી દિલ્લી: ટોક્યો ઓલિમ્પિક્સ(Tokyo Olympics)માં ભારતનો પ્રથમ ચંદ્રક જીતનાર મીરાબાઈ ચાનુએ(Mirabai Chanu wins Silver Medal) રિયો ઓલિમ્પિકની નિષ્ફળતાને તેની જીતનું સૌથી મોટું કારણ ગણાવ્યું હતું. ટોક્યોમાં રજત પદક જીતનાર ચાનુએ છેલ્લી ઓલિમ્પિક્સમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટોક્યોમાં ચંદ્રક જીત્યા પછી, ચાનુએ કહ્યું કે, રિયોમાં તે નિષ્ફળતા જ તેમને વધુ મહેનત કરવા પ્રેરણા આપી, જેનું પરિણામ દરેકની સામે છે. ચાનૂએ એમ પણ કહ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી ઘરની બહાર છે અને તે ફક્ત 5 દિવસથી તેના પરિવાર સાથે રહી છે. પરંતુ હવે ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યા પછી, તે તેના માતાના હાથમાંથી ભાત ખાવા માંગે છે.
શનિવારે મેરાડ જીત્યા બાદ (Mirabai Chanu wins Silver Medal) મીરાબાઈ ચાનુએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે, 'હું પાંચ વર્ષમાં માત્ર પાંચ દિવસ ઘરે ગઈ છું. હવે હું આ મેડલ મારી માતા પાસે લઈ જઈશ અને તેના હાથનું ભોજન ખઈશ. મારી માતાએ ઉપવાસ કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યાં સુધી હું મેડલ જીતીશ ત્યાં સુધી તે ભૂખે રહેશે. જીત્યા પછી મેં બે મિનિટ માતા સાથે વાત કરી અને તેણે કહ્યું કે, મારા ગામમાં દરેક જણ ખૂબ ખુશ છે.
મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, રિયો ઓલિમ્પિક્સની નિષ્ફળતા બાદ તેણે તાલીમ બદલી હતી. તેણે કહ્યું, 'ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું મારું સપનું સાકાર થયું છે. મેં રિયો ઓલિમ્પિક માટે ઘણી તૈયારી કરી લીધી હતી પરંતુ ત્યાં સ્વપ્ન રોળાઈ ગયું. તે નિષ્ફળતાથી ઘણું શીખ્યું. મેં મારી તાલીમ બદલી અને તે પરાજયથી શીખી. રિયોમાં જે ન બન્યું તે ટોક્યોમાં થયું. મને મહેનતનું ફળ મળ્યું છે.
મીરાબાઈ ચાનૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ટોક્યોમાં મેડલ જીતવાથી વધુ છોકરીઓ વેઈટ લિફ્ટિંગ માટે પ્રોત્સાહિત થશે. તેમણે કહ્યું, 'મારું આ ચંદ્રક છોકરીઓને આ રમત તરફ આકર્ષિત કરશે. હું ઇચ્છું છું કે, છોકરીઓ રમતગમતમાં વધુમાં વધુ ભાગ લે. ગર્લ્સ માત્ર અભ્યાસ જ નહીં રમતગમતમાં પણ નામ કમાવી શકે છે. છોકરીઓમાં ઘણી શક્તિ હોય છે અને તેઓ ચંદ્રકો જીતીને દેશને ગૌરવ અપાવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર